બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Harassment by usurers three months after wifes suicide husband also shortens life

અમદાવાદ / વ્યાજખોરોના ત્રાસે વધુ એક પરિવારનો માળો વીંખ્યો, પત્નીના આપઘાતના ત્રણ માસ બાદ પતિએ પણ આયખું ટૂંકાવ્યુ

Kishor

Last Updated: 04:35 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવામાં વ્યાજખોરના ત્રાસથી વધુ એક વેપારીએ આયખુ ટૂંકાવી લેતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે.

  • વધુ એક પરિવાર વ્યાજના ખપ્પરમાં હોમાતા હાહાકાર 
  • વ્યાજખોરને સજા મળે તેવી માંગ 
  • એક આરોપીની ધરપકડ કરી વધુ બે વ્યાજખોરની શોધખોળ 

અમદાવાદના રાણીપમાં વધુ એક પરિવાર વ્યાજના ખપ્પરમાં હોમાતા હાહાકાર મચી ગયો છે. ધન લાલચુ વ્યાજખોરએ વધુ એક પરિવારનો સુખી માળો વિખેરી દીધો છે. વ્યાજના ચુંગલમાં ફસાયેલા પરિવારમાં મહિલાએ વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળીને 3 મહિના પહેલા આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ પતિએ પણ જિંદગી ટૂંકાવી લીધી છે. બીજી તરફ  આ દંપતીના આપઘાત કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ બે વ્યાજખોરની શોધખોળ આદરી છે.

10 લાખ ચૂકવ્યા છતાં આરોપીઑએ વ્યાજના 8 લાખની પઠાણી ઉઘરાણી કરી
 રાણીપમાં વ્યાજખોરના ત્રાસથી મિનરલ વોટર ધંધો કરતા નિકુંજ પંચાલ પોતાના ઘરેમાં ગળે ફાસો ખાઈનર આપઘાત કરી લેતા અરેરાટી મચીગ્ઇ છે.વેપારી એ  આપઘાત પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં વ્યાજખોર રાકેશ નાયક, તેનો ભાગીદાર દેવાંગ સથવારા અને અનિલ પટેલનો ઉલ્લેખ કર્યો હતો. ઘટનાની વાત કરીએ તો નિકુંજ પંચાલે ધંધાના વિકાસ અર્થે રાકેશ નાયક અને દેવાંગ સથવારા પાસેથી રૂ 10 લાખ 4 ટકાના વ્યાજે લીધા હતા. જેના 10 લાખ ચૂકવ્યા બાદ પણ વ્યાજના 8 લાખની પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા હતા. વ્યાજખોરના ત્રાસથી કંટાળીને નિકુંજભાઈના પત્નિ શ્વેતાબેન 2 જુનના રોજ આપઘાત કરી લીધો હતો. પરંતુ તેમ છતાં આ બંને વ્યાજખોર પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવતા હતા.  જેથી કંટાળીને નિકુંજ ભાઈએ પણ જીવતરનો અંત આણ્યો છે.આ ઘટનાથી એકનો એક દીકરો ગુમાવનાર માતા આઘાતમાં સરી પડી છે. આ પરિવાર વ્યાજખોરને સજા મળે તેવી માંગ કરી રહયા છે.

આરોપી 138 મુજબના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો 
મૃતક નિકુંજભાઈ શિવ શક્તિ મિનરલ વોટર નામની ડીસ્ટ્રીબ્યુશનશિપ ધરાવી મિનરલ વોટરનો વેપાર કરતા હતા. 5 વર્ષ પહેલા નિકુંજ પંચાલે મિત્ર અનુપ પટેલને ધંધા માટે રૂ 15 લાખ આપ્યા હતા. પરંતુ અનુપ પટેલે વેપારીને પૈસા પરત આપ્યા ન હતા. કોરોનાના કારણે મિનરલ વોટરલનો ધંધો મંદી પડી જતા નિકુંજ પંચાલે ઘર ખર્ચ અને ધંધા માટે ન્યુ રાણીપ ખાતે રહેતા રાકેશ નાયક પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા. અને  પૈસાના અવેજ પેટે વેપારીએ કોરા ચેક અને પ્રોમીસરી નોટ અને માતાની માલિકીના મકાનનો સમજુતી કરાર પણ કરી આપ્યો હતો. જે બાદ વેપારી સમયસર વ્યાજ અને મુડીની રકમ ચુકવતા હતા. વ્યાજે લીધેલી 10 લાખ રકમ અને વ્યાજ વેપારી નિકુંજ પંચાલે ચુકવી દિધા છતાં રાકેશ નાયક અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરતો હતો, સાથે જ વેપારીએ આપેલ પ્રોમીસરી નોટ અને ચેક પરત ન આપી ચેકમાં મનફાવે તેવી રકમ ભરી વટાવી ચેક બાઉન્સ થતા 138 મુજબના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો. જ્યારે તેનો મિત્ર અનિલ પટેલ પણ તેને પૈસા પરત આપતો નહતો. 

 પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
પત્નીએ આપઘાત કરી લેતા નિકુંજભાઈ તણાવમાં રહેવા લાગ્યા હતા. અંતે તેમણે પર આપઘાત કરીને જિંદગીનો અંત લાવી દીધો.. રાણીપ પોલીસે આપઘાત કેસમાં એક આરોપી અનિલ પટેલની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી.આ કેસમાં રાણીપ પોલીસે રાકેશ નાયક, દેવાંગ સથવારા અને અનિલ પટેલ વિરુદ્ધ દુષપેરના હેઠળ ગુનો નોંધીને અનિલ પટેલની ધરપકડ કરી છે જ્યારે બે વ્યાજખોર રાકેશ નાયક અને દેવાંગ સથવારા ની શોધખોળ શરૂ કરી છે. મૃતકની માતાએ અનુપ, રાકેશ અને દેવાંગ સામે ફરિયાદ નોંધવતા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ