બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:21 PM, 14 July 2026
જો કોઈ વ્યક્તિ આકસ્મિક રીતે એસિડ પી લે તો શરીરનું શું થાય છે? આ પ્રશ્ન એ ઉભો થયો છે કારણ કે હાપુડમાં એક જ્વેલરી શોપમાં એક યુવતીએ ભૂલથી એસિડ પીધું હતું, તેને પાણી સમજીને જે બોટલમાંથી પીધું હતું તેમાં પહેલાથી જ એસિડ હતું. આ નાની ભૂલને કારણે તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આવી ઘટનાઓ વારંવાર બને છે, છતાં બહુ ઓછા લોકો જાણે છે કે આ પરિસ્થિતિમાં તાત્કાલિક પગલાં શું લેવા જોઈએ? તેના વિશે એક્સપર્ટ પાસેથી જાણીએ...
ADVERTISEMENT
એક્સપર્ટનું કહેવું છે કે, જો કોઈ વ્યક્તિ ભૂલથી એસિડ કે ટોયલેટ ક્લીનર ગળી જાય, તો સૌથી પહેલાં તેમણે ગભરાવું ન જોઈએ. સાથે જ, આ પરિસ્થિતિને હળવાશથી પણ ન લેવી જોઈએ.
શું છે મામલો?
ADVERTISEMENT
એક યુવતી દ્વારા એસિડ પી લેવાની ઘટના હાપુડના શામ નગર કોતવાલી ક્ષેત્ર હેઠળ આવતા અર્જુન નગર વિસ્તારમાં બની હતી. સીસીટીવી ફૂટેજમાં મહિલા અને તેની પુત્રી દાગીના ખરીદવા માટે એક દુકાને જતા જોવા મળે છે. તરસ લાગતાં યુવતીએ દુકાનદાર પાસે પાણી માંગ્યું હતું. એવો આરોપ છે કે દુકાનદારે તેને એસિડ ભરેલી બોટલ આપી હતી. મળતી માહિતી મુજબ, દાગીનાની દુકાનના માલિકે નજીકની મીઠાઈની દુકાનમાંથી એક બ્રાન્ડની બોટલ મંગાવી હતી.
A woman in Uttar Pradesh's Hapur mistakenly consumed acid after she asked for water. The bottle was handed over to her by a shopkeeper at a jewellery store. She was immediately rushed to a hospital and was later referred to Meerut, where she continues to receive treatment. pic.twitter.com/OzCv3aJoR8
— Vani Mehrotra (@vani_mehrotra) July 12, 2026
ADVERTISEMENT
કર્મચારીએ તે જ બોટલ યુવતીને આપી. સખત તરસને કારણે, તેણે બોટલ ખોલી અને તેને પાણી સમજીને તેમાંથી પીધું. પીતાની સાથે જ તેને કંઈક ગડબડ હોવાનો અહેસાસ થયો અને તે ચીસ પાડી ઉઠી. જ્યારે તેની તબિયત બગડી, ત્યારે તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી.
ભૂલથી એસિડ પી જવાય તો શું થાય છે ?
ADVERTISEMENT
એસિડ લેવાથી મોં, ગળા, અન્નનળી અને પેટ પણ બળી શકે છે. લક્ષણોમાં બળતરા, ગળવામાં મુશ્કેલી, વધુ પડતી લાળ, ઉલટી, લોહીની ઉલટી અને પેટમાં દુખાવો શામેલ છે. જો ગળું ફૂલી જાય, તો શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે.
આ પણ વાંચોઃ છોકરીએ કહ્યું 'NO', તો ડિલીવરી બૉયે જબરદસ્તી ઘરમાં ઘૂસીને કરી શરમજનક હરકત, વીડિયો વાયરલ
ADVERTISEMENT
તાત્કાલિક શું કરવું?
ADVERTISEMENT
Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.