બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / happy independence day 2023 pm narendra modi wishes for fellow countrymen say jai hind

Independence Day 2023 / PM મોદીએ લાલ કિલ્લા પર ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, મનમોહન સિંહના રેકોર્ડની કરી બરાબરી

Malay

Last Updated: 07:39 AM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચી પરથી ફરકાવ્યો તિરંગો, દેશવાસીઓને 77મા સ્વતંત્રતા દિવસની પાઠવી શુભેચ્છા.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી લાલ કિલ્લા પર કર્યું ધ્વજવંદન
  • લાલ કિલ્લાની પ્રાચી પરથી તિરંગો ફરકાવ્યો તિરંગો
  • ટ્વિટર પર ટ્વિટ કરીને દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

આજે સમગ્ર 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી લાલ કિલ્લા પર કર્યું ધ્વજવંદન. 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચી પરથી તિરંગો ફરકાવ્યો છે. આ સતત 10મી વખત છે જ્યારે પીએમ મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ પોતાના 10 વર્ષના UPA કાર્યકાળમાં સતત 10 વખત તિરંગો ફરકાવ્યો હતો.

No description available.

દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

આ પહેલા પીએમ મોદીએ ટ્વિટર પર દેશવાસીઓને  77માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું કે, 'તમને બધાને સ્વતંત્રતા દિવસની અનેકોઅનેક શુભેચ્છાઓ. આવો, આ ઐતિહાસિક અવસર પર અમૃતકાળમાં વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરીએ. જય હિન્દ!'


કયા પ્રધાનમંત્રીએ કેટલી વખત ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ 
નોંધનીય છે કે અટલ બિહારી વાજપેયીએ પ્રધાનમંત્રી પદ પર રહેતા 6 વખત તિરંગો ફરકાવ્યો હતો. રાજીવ ગાંધી અને પીવી નરસિંહા રાવે પાંચ પાંચ વખત જ્યારે મોરારજી દેસાઇએ બે વખત, ચૌધરી ચરણ સિંહ, VP સિંહ, એચડી દેવગૌડા અને IK ગુજરાલે એક એક વખત લાલ કિલ્લાથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. 

આજે PM મોદીએ મનમોહન સિંહના રેકોર્ડની કરી બરાબરી 
નોંધનીય છે કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે 10 વખત રાષ્ટ્રધ્વજ લાલ કિલ્લા પર ફરકાવ્યો હતો, આજે પ્રધાનમંત્રી મોદીએ પણ 10મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ