happy birthday gulzar sahab famous shayari in hindi
બર્થ ડે સ્પેશિયલ /
'શામ સે આંખો મેં નમી સી હે, આજ ફિર આપ કી કમી સી હે' દિલને સ્પર્શી જશે ગુલઝારની આ શાયરી
Team VTV07:51 PM, 18 Aug 19
| Updated: 08:19 PM, 18 Aug 19
બોલીવુડના સૌથી પ્રખ્યાત નિર્દેશક અને ગીતકાર ગુલઝાર સાહેબ (Gulzar Sahab) એટલે કે સમ્પૂર્ણ સિંહ કાલરા (Sampooran Singh Kalra)નો આજે જન્મદિવસ છે. 18 ઓગસ્ટ 1934માં પાકિસ્તાનના દીનામાં જન્મેલા ગુલઝાર સાહેબે પોતાના કરિયરની શરૂઆત એસ.ડી.બર્મનની સાથે એક લીરિક્સ રાઇટર તરીકે કરી હતી.
પોતાના કરિયર દરમિયાન ગુલઝાર સાહેબ (Gulzar Sahab)ને ઘણા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમા ઓસ્કર, ગ્રેમી, પદ્મ ભૂષણ અને ઘણા ફિલ્મફેર એવોર્ડ પણ સામેલ છે. ગુલઝાર સાહેબને ન માત્ર તેમના દ્વારા રચવામાં આવેલા ગીત માટે પરંતુ એમની શાયરી માટે પણ ખુબ જ ઓળખવામાં આવે છે. એમની ઘણી શાયરી એવી છે, જેને વાંચી અને સાંભળી કોઇનું પણ દિલ ખુશ થઇ જાય.
તો ચાલો આજે ગુલઝાર સાહેબના 85માં જન્મદિવસે તેમની શાનદાર શાયરીથી આજના દિવસને ખાસ બનાવીએ.
સામ સે આંખો મેં નમી સી હે
આજ ફિર આપ કી કમી સી હે
જિંદગી યૂં હુઇ બસર તન્હા
કાફિલા સાથ ઔર સફર તન્હા
કભી તો ચૌંક કે દેખે કોઇ હમારી તરફ
કિસી કી આંખ મેં હમ કો ભી ઇંતિજાર દિખે
હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છોડા કરતે
વક્ત કી શાખ સે લમ્હે નહીં તોડા કરતે
જિસ કી આંખો મેં કટી થીં સદિયાં
ઉસ ને સદિયોં કી જુદાઇ દી હે
તુમ્હારે ખ્વાબ સે હર શબ લિપટ કે સોતે હે
સજાએં ભેજ દો હમ ને ખતાએં ભેજી હે
ચંદ ઉમ્મીદેં નિચોડી થીં તો આહેં ટપકીં
દિલ કો પિઘલાએં તો હો સકતા હે સાંસે નિકલેં
ભરે હેં રાત કે રેજે કુછ એસે આંખો મેં
ઉજાલા હો તો હમ આંખે ઝપકતે રહતે હે
અપને માજી કી જુસ્તુજૂ મેં બહાર
પીલે પત્તે તલાશ કરતી હે
રુકે રુકે સે કદમ રુક કે બાર બાર ચલે
કરાર દે કે તિરે દર સે બેકરાર ચલે