બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Happy Birthday Amitabh Bachchan net worth 3190 crore earns 60 crores per year

બર્થ-ડે સ્પેશ્યલ / હજારો કરોડોની સંપત્તિના માલિક છે બોલિવુડના મહાનાયક, એક એડના મળે છે રૂ. 6 કરોડ, નેટવર્થ જાણી ચોંકી જશો

Arohi

Last Updated: 03:57 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amitabh Bachchan Net Worth: અમિતાભ બચ્ચન આજે 81 વર્ષના થઈ ગયા છે. તે દેશના સૌથી અમીર અભિનેતાઓમાંથી એક છે. તેમની વાર્ષિક આવક 60 કરોડ રૂપિયા છે.

  • આજે છે મહાનાયકનો જન્મ દિવસ 
  • 81 વર્ષના થયા અમિતાભ બચ્ચન 
  • જાણો કેટલી છે તેમની નેટવર્થ 

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે 81મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અમિતાભ બચ્ચન પાંચ દાયકાથી પણ વધારે સમયથી ફિલ્મોમાં સક્રિય છે. 1969માં ફિલ્મ 'સાત હિંદૂસ્તાની'માં પોતાના કરિયરની શરૂઆત કર્યા બાદથી હિંદી ફિલ્મ ઉદ્યોગમાં તેમનો સફર ખૂબ જ શાનદાર રહ્યો છે. 

આટલા મોટા કરિયરમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે તેમની ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી હતી. તેમણે બોલિવુડ છોડવાનું મન બનાવી લીધુ હતું. જોકે વર્ષ 2000 બાદ એક વખત ફરી તેમના કરિયરની ગાડી પાટા પર આવી. 

કેટલી છે અમિતાભ બચ્ચનની નેટવર્થ? 
અમિતાભ બચ્ચનને ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં તેમણે ખૂબ કમાણી કરી હતી. તેના ઉપરાંત તે ઘણી મોટી જાહેરાતોમાં પણ જોવા મળ્યા જેમાંથી તેમને ખૂબ જ આવક પ્રાપ્ત થઈ હતી. 

તે ભારતના સૌથી અમીર અભિનેતામાંથી એક છે. તેમની નેટવર્થની વાત કરવામાં આવે તો તેમની નેટવર્થ 3,190 કરોડ રૂપિયા છે. ત્યાં જ અંદાજીત વાર્ષિક આવક લગભગ 60 કરોડ રૂપિયા છે. તેમની આવકનો એક મોટો ભાગ તેમના ફિલ્મ પ્રોજેક્ટ્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી આવે છે. 

કયા બ્રાન્ડસ કરે છે એન્ડોર્સ 
ઘણા બ્રાન્ડ્સની સાથે બચ્ચન જોડાયેલા છે તેમની આવકમાં સૌથી મોટો ભાગ તેમાંથી આવે છે. તે ભારતમાં ઘણી મોટી બ્રાન્ડ્સનો ચહેરો છે. કથિત રીતે દરેક જાહેરાત માટે 5થી 8 કરોડ રૂપિયા લે છે. તેમની જાહેરાત પોર્ટફોલિયોમાં નેસ્લે, ડાબર, ઈમામી, પેપ્સી, કેડબરી અને ઘણી અન્ય બ્રાન્ડ્સ શામેલ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ