બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Hanuman Dada will remove all problems of life: Just do these 3 remedies on Tuesday

આસ્થા / હનુમાન દાદા દૂર કરી દેશે જીવનની તમામ સમસ્યા: બસ મંગળવારના દિવસે અવશ્ય કરો આ 3 ઉપાય

Megha

Last Updated: 11:45 AM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારે અમે તમને હનુમાનજીના આવા જ કેટલાક ઉપાય જણાવી રહ્યા છીએ. જે કરવાથી તમારી બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે.

  • મંગળવારનો દિવસ હનુમાનજીનો દિવસ ગણવામાં આવે
  • મંગળવારે હનુમાનજીના આ ઉપાય કરો 
  • બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે

આપણા હિંદુ ધર્મ અનુસાર અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે અને તેમાંથી મંગળવારનો દિવસ હનુમાનજીનો દિવસ ગણવામાં આવે છે. જો તમે હનુમાનજીને સરળતાથી પ્રસન્ન કરવા માંગો છો તો મંગળવારે આ રીતે સાચા મનથી એમની પૂજા કરવી જોઈએ.મંગળવારના દિવસે સવારે મંદિરમાં જઈને તેમને ગુલાબની માળા સાથે સિંદૂરની માળા અર્પણ કરવી જોઈએ અને ત્યાં જઈને દેશી ઘીનો દીવો પ્રગટાવીને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. જો શક્ય હોય તો એ દિવસે ભિખારીને ભોજન કરાવવું જોઈએ. આ સાથે જ મંગળવારે અમે તમને હનુમાનજીના આવા જ કેટલાક ઉપાય જણાવી રહ્યા છીએ. જે કરવાથી તમારી બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે.  

મંગળવારે કરો આ ઉપાય
આ રીતે તુલસી ચઢાવો  

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પવનના પુત્ર હનુમાનને તુલસી ખૂબ જ પ્રિય છે, આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે શ્રી રામ લખેલા તુલસીના પાંદડા હનુમાનજીને અર્પણ કરવા જોઈએ અને આ ઉપાય મંગળવારે કરવો જોઈએ. આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને લોકોના કષ્ટ દૂર થાય છે. આ સાથે જ મંગળવારના દિવસે તમે હનુમાનજીને લાડુ પણ અર્પણ કરી શકો છો. આમ કરવાથી તમારી દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થશે અને ભક્તોને હનુમાનજીનું વરદાન પણ મળશે. 

મંદિરમાં આ ફળ ચઢાવો 
જણાવી દઈએ કે મંગળવારે નારિયેળનો ઉપાય કરવો પણ શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય બદલી શકે છે. મંગળવારના દિવસે કોઈપણ હનુમાનજીના મંદિરમાં જઈને ત્યાં નારિયેળને તમારા માથા પરથી 7 વાર ફેરવો અને તેને બજરંગબલીની સામે તેને ફોડો, આ ઉપાય કરવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે. 

આ બધા સિવાય મંગળવારે બજરંગબલીને સિંદૂર અર્પણ કરવાથી તમારું કામ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું જોઈએ, એમ કરવાથી પવનના પુત્ર હનુમાન જલ્દી જ તમારા પર પ્રસન્ન થશે અને તમને સુખ-સમૃદ્ધિની આપી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Lord Hanuman Tuesday મંગળવાર હનુમાનજી Lord Hanuman
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ