બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / haidrabad auto driver ZAKIR SAIYAD returned bag of 10 tola gold to costumer honesty praised

માણસાઈ / આ રિક્ષાવાળાની ઈમાનદારીને સલામ! 10 તોલા સોનું ભરેલી બેગ મૂળ માલિકને પરત કરી, કરી આ દિલ જીતનારી વાત

Mayur

Last Updated: 11:06 AM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદમાં એક રિક્ષાવાળાએ બટાવેલી માનવતા જોઈને તમને સો સલામ કરવાનું મન થશે. તેણે 10 તોલા સોનું ભરેલી બેગ માલિકને પરત કરી હતી અને કહ્યું હતું કે માણસે હકનું જ ખાવું જોઈએ.

  • હૈદરાબાદની પ્રેરણાદાયક ઘટના 
  • રિક્ષાવાળાની ઈમાનદારી 
  • 10 તોલા સોનું ભરેલું બેગ કર્યું પરત 

હૈદરાબાદમાં એક એવી માનવતાની મિસાલ સમી ઘટના બની હતી. જે સાંભળીને તમને વિશ્વાસ થઈ જાય કે હજુ દુનિયામાં માણસાઈ જીવે છે. 

સૈયદ ઝાકિર એક ઓટો ડ્રાઈવર છે. જે હૈદરાબાદના લક્ષ્મીનગરથી જઈ રહ્યા હતા ત્યારે બપોરે 3: 30 વાગ્યા આસપાસના સમયે તેઓને એક બેગ મળ્યું હતું. આ બેગ રોડ પર 59 પિલર પાસે પડ્યું હતું. 

બેગમાં 10 તોલા ગોલ્ડ મળ્યું 
આ બેગમાં સોનું હતું. જે આશરે 10 તોલા જેટલું હતું. બેગમાં બિલ અને રસીદ વગેરે પણ હતા. સૈયદ ઝાકિરે બિલ રસીદ અને આઈડીમાંથી મલીકને ફોન કર્યો. ત્યાં સુધીમાં તો તેઓ પોલીસમાં કમ્પલેન પણ નોંધાવી ચૂક્યા હતા પણ તેણે પોતે જ ફોન કરીને તે બેગ પરત આપી દીધું હતું. 

કરી દીધી મોટી વાત 

રિક્ષાવાળાને જ્યારે પૂછવામાં આવ્યું કે તું જો ધારત તો બેગ લઈને પણ ભાગી શક્ત પણ તે તેવું કેમ ન કર્યું. આ સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે માણસને ભગવાનનો દર પણ હોવો જોઈએ અને ઈમાનદારી હોવી જોઈએ અને હકનું જ ખાવું જોઈએ. તેણે કહ્યું હતું કે જો હું કદાચ સોનું લઈ લેત તો થોડા જ સમયમાં એ જતું પણ રહેત. હું ક્યાં સુધી એ રાખત? છેલ્લે અલ્લાહને પણ જવાબ આપવો જ પડે છે ને?

સૈયદ ઝાકિર અગાઉ ફર્નિચર પૉલિશનું કામ કરતાં હતા હવે તે ઓટો ચલાવે છે કારણ કે તેને અસ્થમા થઈ ગયો હતો અને તેને ચાર સંતાનો છે. અસ્થમા થવાના 

પોલીસ શું કર્યું જુઓ 

પોલીસે કહ્યું હતું કે સૈયદ ઝાકિરને જ્યારે મિરઝા સુલતાન બેગ અને તેમની પત્નીનું બેગ મળ્યું ત્યારે તેને ફોન કરીને પરત કરી દીધું હતું. મિરઝા સુલતાન બેગ અને તેમની પત્ની ગાડીમાં જઈ રહ્યા હતા અને પત્નીએ પતિને બેગ આપ્યું હતું. પણ જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે તેઓને સમજાયું હતું કે બેગ મિસિંગ છે. જેની તેમણે કમ્પલેન કરી હતી. પણ આખરે તેમણે પોતાનું સોનું મળી ગયું હતું. પોલીસે ઝાકિરની ઈમાનદારી માટે તેનું સન્માન કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ