ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / hackers can break into an iphone just by sending a text

ટેક્નોલોજી / Iphoneની iMessage એપમાં બગ, માત્ર એક ટેકસ્ટ મેસેજથી કરી શકાય છે હેક

Published By: Mehul

Last Updated: 11:30 PM, 10 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઇલ ફોન હંમેશા હેકર્સના નિશાના પર હોય છે. સૌથી સિકયોર હોવાનો દાવો થાય છે તે આઇફોન પણ તેમાંથી બાકાત નથી. ગુગલના પ્રોજેકટ ઝીરો સિકયુરિટીના એક રિસર્ચરે દાવો કર્યો છે કે એપલના આઇમેસેજ પ્લેટફોર્મમાં અનેક બગ છે. જેથી હેકર માત્ર એક ટેકસ્ટ મેસેજ મોકલીને આઇફોનને હેક કરી શકે છે.

ADVERTISEMENT

લોસવેગાસમાં યોજાયેલી બ્લેક હેટ સિકયુરિટી કોન્ફરન્સમાં ગુગલના રિસર્ચરે એપલના મેસેજ પ્લેટફોર્મના બગ અંગેની જાણકારી આપી હતી. આઇફોનનના યુઝર કોઇ ઇન્ટરેકશન ન કરે તો પણ હેકર તેનું કામ કરી શકે છે. 

સામાન્ય રીતે હેકીંગ માટે બનાવાયેલો વીડિયો, લીન્ક વગેરે ઓપન કરો કે ડાઉનલોડ કરો ત્યારે હેકર તમારા ફોનનો કન્ટ્રોલ મેળવીને ડેટા ચોરી શકે છે. પરંતુ આ બગ એવો છે કે જેમાં યુઝર કશું કરતા નથી તોપણ ફોન હેક થઇ શકે છે. આઇફોનમાં જોકે બગની અસર માત્ર આઇમેસેજ પર છે, એસએમએસ કે એમએમએસ પર નહીં. જયાં સુધી એપલના ડિવાઇસ યુઝ કરતા લોકોને મેક ઓએસ 10.14.6 અને આઇફોન માટે આઇઓએસ 12.4 વર્ઝન અપડેટ કરવા જાણાવાયું છે કે જેથી બગ દુર થઇ જાય. 

જયાં સુધી સોફટવેર અપડેટ ન થાય ત્યાં યુઝરે આઇમેસેજ એપ ઓપન પણ કરવી જોઇએ નહીં. ઘણા યુઝર્સ સોફટવેર કે પછી ઇન્સ્ટોલ કરેલી એપ અપડેટ કરવામાં આળસ કરે છે અથવા તો તેવી જાણકારી હોતી નથી. મોબાઇલ એન્ડ્રોઇડ હોય કે પછી આઇફોન તેને સતત અપડેટ કરીને અપ ટુ ડેટ રાખવો જોઇએ. માલવેર કે હેકર્સથી બચવા માટે જ નહીં પરંતુ મોબાઇલ અને એપ સારી રીતે ચાલે તેના માટે પણ તે જરુરી છે.

 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Apple iPhone XI Hackers Tech Update iphone technology news Technology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ