બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / H5N1 virus which is 100 times more deadly than Corona

H5N1 Virus / H5N1 વાયરસ જે કોરોનાથી પણ 100 ગણો વધારે ઘાતક છે, નિષ્ણાંતોએ આપી વૉર્નિંગ, જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 08:09 AM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

H5N1 Virus Latest News : WHO અનુસાર 2003થી H5N1 બર્ડ ફ્લૂથી સંક્રમિત દર 100 દર્દીઓમાંથી 52 મૃત્યુ પામ્યા છે, અત્યાર સુધીમાં 887 કેસ નોંધાયા છે, જેમાંથી કુલ 462 લોકોના મોત

H5N1 Virus : ડૉક્ટરો અને આરોગ્ય નિષ્ણાતોએ બર્ડ ફ્લૂ H5N1ના સંભવિત જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, આ નવો રોગ કોરોના મહામારી કરતા 100 ગણો વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. આ ફ્લૂના કારણે અડધાથી વધુ લોકોના મોત થવાની પણ પ્રબળ સંભાવના છે. તેમણે ભય વ્યક્ત કર્યો છે કે, વાયરસના ચેપનું સ્તર ગંભીર બની શકે છે જે વૈશ્વિક રોગચાળા તરફ દોરી શકે છે. પિટ્સબર્ગમાં બર્ડ ફ્લૂના અગ્રણી સંશોધક ડૉ.સુરેશ કુચીપુડીએ ચેતવણી આપી છે કે, H5N1 રોગચાળો ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. આ એટલા માટે છે કારણ કે તે મનુષ્યો તેમજ ઘણા સસ્તન પ્રાણીઓને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે.

ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી કન્સલ્ટન્ટ અને કેનેડા સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની બાયોનિયાગ્રાના સ્થાપક જ્હોન ફુલ્ટન પણ આ ચિંતાઓનો પડઘો પાડે છે. તેમણે એમ પણ કહ્યું છે કે, જો H5N1 મહામારીનું રૂપ ધારણ કરે છે તો તે ખૂબ જ ગંભીર હશે. તે કોવિડ-19 કરતાં વધુ ઘાતક હોઈ શકે છે. ફુલ્ટને કહ્યું કે, તે COVID કરતા 100 ગણું ખરાબ લાગે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર 2003થી H5N1 બર્ડ ફ્લૂથી સંક્રમિત દર 100 દર્દીઓમાંથી 52 મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં 887 કેસ નોંધાયા છે, જેમાંથી કુલ 462 લોકોના મોત થયા છે. કોવિડ-19 થી સંક્રમિત દર્દીઓનો મૃત્યુ દર 0.1 ટકા કરતા ઓછો છે. જો કે, રોગચાળાની શરૂઆતમાં તે લગભગ 20 ટકા હતો.

વધુ વાંચો: હિમાચલના ચંબામાં 5.3ના મોટા ભૂકંપથી ફફડાટ, રાતે ત્રાટકવાનું આવ્યું કારણ

શું છે આ H5N1 ?
એક અહેવાલ મુજબ H5N1 એ એવિયન ઈન્ફલ્યુએન્ઝા A નો પેટા પ્રકાર છે. આ બર્ડ ફ્લૂ વાયરસનું જૂથ છે. તે અત્યંત રોગકારક માનવામાં આવે છે કારણ કે તે મરઘાંમાં ગંભીર અને ઘણીવાર જીવલેણ રોગનું કારણ બને છે. તે મુખ્યત્વે પક્ષીઓને અસર કરે છે. H5N1 મનુષ્યો સહિત જંગલી પક્ષીઓ અને ક્યારેક સસ્તન પ્રાણીઓને પણ સંક્રમિત કરી શકે છે. આ રોગ મનુષ્યો અને પ્રાણીઓ માટે જીવલેણ બની શકે છે. H5N1 વાયરસ પ્રથમ વખત 1996માં ચીનમાં પક્ષીઓમાં જોવા મળ્યો હતો. એક વર્ષ પછી હોંગકોંગમાં ફાટી નીકળ્યો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ