બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / વિશ્વ / gulf country war crude oil price

વિશેષ / ક્રુડ ઓઇલઃ અખાતી દેશોની આગ ભારત સહિત અનેક દેશોને દઝાડશે

Published By: Divyesh

Last Updated: 09:26 PM, 20 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉદી અરેબિયામાં દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપનીના બે કુવાઓ પર ડ્રોન એટેક થયા પછી વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવા લાગ્યા છે. વિશ્વની અર્થવ્યવસ્થામાં મંદીનું મોજું ચાલી રહ્યું છે ત્યારે આ કટોકટીથી ઓઇલની આયાત પર નિર્ભર ભારત જેવા દેશો પર નવો બોજો પડયો છે.

હાલમાં  ક્રૂડ ઓઇલના ભાવ ૧૯૯૧માં વધ્યા હતા તે જ રીતે વધી રહ્યા છે. સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની અમરાકોના અબેક અને ખુરૈસ ઓઇલ પ્લાન્ટ્સ પરના હુમલામાં ભડકે બળેલા ઓઇલની અસર  ભારત સુધી પહોંચી ગઇ છે અને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવ વધારાની શરૂઆત પણ થઇ ગઇ છે.

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધને કારણે સર્જાયેલી સમસ્યા હજુ જેમની તેમ છે ત્યારે આ હુમલો વિશ્વની અર્થવ્યવસ્થા માટે આંચકા સમાન છે. હુમલાની જવાબદારી યમનના બળવાખોર જૂથ હુતીએ લીધી છે. અખાતી દેશોમાં હુતી સંગઠનને અંસારને અલ્લાહ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ ભગવાનના સમર્થક એવો થાય છે. આ સંગઠને છેલ્લા ચાર મહિનામાં સાઉદી અરેબિયામાં છ જુદા જુદા સ્થળો પર હુમલો કર્યો છે. હુતીના બળવાખોરો ર૦૧પથી સાઉદી અરેબિયા સામે જંગે ચડયા છે.
 



સાઉદી અરેબિયાએ આરોપ લગાવ્યો છે કે ઈરાને હુતીનો ઉપયોગ કરીને હુમલો કરાવ્યો છે. જ્યારે અમેરિકાએ સેટેલાઇટ તસવીર જાહેર કરીને એવો દાવો કર્યો છે કે હુમલો કરનારા ડ્રોન યમનથી નહીં પણ ઈરાન અથવા ઇરાક તરફથી આવ્યા હતા. સ્વાભવિક રીતે જ ઈરાને તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ઇરાને તો અમેરિકાને યુદ્ધની પણ ધમકી આપી દીધી છે.

જોકે આ આખા મામલામાં ઇરાન પણ નિર્દોષ નથી. ઇરાનના સુપ્રીમ નેતા આયાતુલ્લાહ અલી ખૌમેનીએ તો  હુતીના પ્રવક્તાને બોલાવીને તેમને 'પવિત્ર યોદ્ધા' કહ્યા હતા. સાઉદી પરના હુમલા પછી અમેરિકાએ ઈરાન ઉપર આક્ષેપો અને આરોપોનો મારો ચલાવ્યો હતો.અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તો એમ પણ કહ્યું કે તેમની સેના હુમલા માટે સંપૂર્ણ તૈયાર છે. ઈરાની સરકારે પણ સામે પડકાર ફેંકતા ધમકી આપી હતી કે અમેરિકાનું દરેક સૈન્ય મથક ઈરાનથી માત્ર બે હજાર કિલોમીટર દૂર છે અને ઇરાનના મિસાઇલની રેન્જમાં છે.
 


બીજી બાજુ હકીકત એ પણ છે કે સામસામે ધમકી છતાં સત્ય એ છે કે હાલમાં કોઈ પણ દેશ યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી, પરંતુ તેના શાસકો પોતાના હિતો માટે યુદ્ધનું વાતાવરણ બનાવી રાખવા માગે છે. જે સમગ્ર વિશ્વ માટે દુર્ભાગ્યપૂર્ણ છે. સાઉદી અરેબિયાએ હુમલા બાદ કહ્યું હતું કે  તેલના કૂવાઓની મરમ્મતમાં  બે દિવસનો સમય લાગશે, પરંતુ નિષ્ણાતોના મતે તેલના કૂવા ફરી ધમધમતા થવામાં બે અઠવાડિયાથી મહિનાનો સમય લાગી શકે છે. ત્યાં સુધી સાઉદી અરેબિયાનું અડધો અડધ ઓઇલ ઉત્પાદન ઠપ્પ રહેશે.

આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થતો વધારો અટકાવવો ખૂબ મુશ્કેલ બની રહેશે. કેમ કે તે પહેલેથી જ અનિયંત્રિત છે અને વાયદાના બજારનો તેમાં મોટો ફાળો છે. બીજી બાજુ ઓઇલ ઉત્પાદક દેશો પણ આ સ્થિતિનો ફાયદો ઉઠાવે તેવી શકયતા પણ નકારી શકાય નહીં. એકંદરે અખાતમાં ફરીથી મોટી ઉથલપાથલ થઈ છે, જે આખા વિશ્વને મુશ્કેલીમાં મૂકી શકે છે. ત્યારે દુનિયાના અન્ય વગદાર દેશો વચ્ચે પડીને યુદ્ધના ઉન્માદને શાંત પાડે અને એકબીજા સામે ઘુરકિયા કરતાં દેશોને સમજાવે તે જરૂરી બન્યું છે. આવી સ્થિતિમાં પણ જોકે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ ને કોઈ સ્વરૂપમાં વાતચીત ચાલી રહી છે. જે ઠોસ નિષ્કર્ષ પર પહોંચે તે પણ આ બધા વગદાર દેશોએ જોવું જોઇએ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Crude oil Gulf Tension Price war ક્રૂડ ઓઇલ ભારત સાઉદી અરબ Crude oil

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ