ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉમરેઠ પેટા ચૂંટણી : 13 રાઉન્ડ પછી ભાજપ 20818 મતથી આગળ, કોંગ્રેસના ભૃગુરાજ સિંહ ચૌહાણને 31542 મત મળ્યા

પેટા ચૂંટણી પરીણામ / ઉમરેઠ પેટા ચૂંટણી : 13 રાઉન્ડ પછી ભાજપ 20818 મતથી આગળ, કોંગ્રેસના ભૃગુરાજ સિંહ ચૌહાણને 31542 મત મળ્યા

Published By: Priyankka Triveddi

Last Updated: 11:37 AM, 4 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાની તાજેતરમાં જ પેટાચૂંટણી યોજાઈ હતી. જેની મતગણતરી આજે થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમરેઠના ધારાસભ્યનું અવસાન થતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.

ADVERTISEMENT

Gujarat Bypoll Umreth Result: આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાયા બાદ હવે આજે 4 મે ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આજે 4 મે ના રોજ વલ્લભવિદ્યાનગર કાતે બીજેવીએમ કોલેજ ખાતે સવાર 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી છે. તેમજ મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હાલ 14 રાઉન્ડની મત ગણતરી પૂરી થઈ ગઈ છે.

ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપની મજબૂત લીડ

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના 14મા રાઉન્ડના પરિણામ મુજબ ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર 54,638 મત સાથે મજબૂત લીડ પર છે, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ભૃગુરાજ સિંહ ચૌહાણને 35,116 મત મળ્યા છે. આ મુજબ ભાજપે 19,522 મતની નોંધપાત્ર લીડ મેળવી છે, જેનાથી ચૂંટણીમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની રહી હોવાનું સ્પષ્ટ થાય છે.

કુલ 59.04 ટકા મતદાન નોંધાયું હતુ

ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ વિગત આપતા જણાવ્યું હતું કે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન તા. 23 એપ્રિલના રોજ યોજાયું હતું. વિધાનસભાના 306 મતદાન મથક પર કુલ 59.04 ટકા મતદાન નોંધાયું હતું. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી તા. 4 મે સોમવારના રોજ સવારે 8 કલાકે બીજેવીએમ કોલેજ વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાઇ રહી છે.

મતગણતરીની કામગીરીમાં 700 જેટલા અધિકારીની નિમણૂંક કરાશે

સૌ પ્રથમ મતગણતરી માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતગણતરીની શરૂ થઈ હતી. જેમાં કુલ 206 પોસ્ટલ બેલેટ અને 35 સર્વિસ વોટર્સ મળી કુલ 241 પોસ્ટલ બેલેટથી મતગણતરી હાથ ધરવામાં આવી છે. જે બાદ ઈવીએમમાં થયેલ મતદાનની મતગણતરી 14 ટેબલો પર કરવામાં આવશે. મતગણતરી પૂર્ણ થયા બાદ પાંચ મતદાન મથકોની વિવિવેટની સ્લીપની ગણતરી કરવામાં આવશે. મતગણતરી દરમ્યાન 14 કાઉન્ટિંગ સુપરવાઈઝર, 14 કાઉન્ટિંગ મદદનીશ અને 14 માઈક્રો સુપરવાઈઝર સહિત અંદાજે 700 જેટલા અધિકારી કર્મચારીઓ મતગણતરીની કામગીરી માટે નિમણૂંક કરવામાં આવી છે.

મતગણતરી સ્થળની અંદર મોબાઈલ લાવવા પર પ્રતિબંધ

જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, મતગણતરી સ્થળની આસપાસ 100 મીટરના ઘેરાવામાં વાહનોને લાવવાની પરવાનગી આપવામાં આવશે નહીત. તેમજ મતગણતરી કેન્દ્ર ખાતે મોબાઈલ લાવી શકાસે નહી. તેમજ જો કોઈ વ્યક્તિ મોબાઈલ લઈને આવે તો મોબાઈલ જમા કરાવવા માટે સુવિધા કેન્દ્રની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જ્યાં તેઓએ મોબાઈલ જમા કરાવવાનો રહેશે.

ગોવિંદ પરમારના નિધન બાદ બેઠક ખાલી

આ બેઠક પર ભાજપે ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર બનાવ્યા હતા. જેથી આ ચૂંટણી સીધી ટક્કરની બની ગઈ હતી. ગોવિંદ પરમારના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી અને હવે 23 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાયું હતું.

આ પણ વાંચો: ધો-12નું સામાન્ય પ્રવાહ-સાયન્સનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ આ વોટ્સએપ નંબર અથવા વેબસાઈટ પર રિઝલ્ટ જોઈ શકશે

ભાજપ હર્ષદ પરમારના સ્થાનિક પ્રભાવ અને તેમના પિતાની રાજકીય વારસાને આધાર બનાવી જીતની આશા રાખી રહી છે. જ્યારે કોંગ્રેસ ભૃગુરાજસિંહ ચૌહાણના અનુભવો અને સંગઠનશક્તિ પર વિશ્વાસ મૂકી રહી છે. ઉમરેઠ બેઠક પર લગભગ 2.4 લાખથી વધુ મતદારો છે જે આ ચૂંટણીને વધુ મહત્વની બનાવે છે. રાજકીય વિશ્લેષકોના મતે આ પેટાચૂંટણી માત્ર એક બેઠક પૂરતી સીમિત નથી પરંતુ બંને પક્ષો માટે પ્રતિષ્ઠાની લડાઈ બની રહી છે. પરિણામ 4 મેના રોજ જાહેર થશે જે રાજ્યના રાજકારણમાં આગામી દિશા નક્કી કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat bypoll news Umreth by-election result Harshad Parmar lead Umreth

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ