બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Gujarati people are tempted to go abroad but what lessons can be learned from the torture of Naroda's couple? These reasons are responsible

મહામંથન / ગુજરાતીઓને વિદેશ જવાનો મોહ પણ નરોડાના દંપતી ઉપર વિતેલી યાતનાથી શું બોધપાઠ લેશો? આ કારણો જવાબદાર

Vishal Khamar

Last Updated: 09:30 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનાં લોકોમાં વિદેશ પ્રવાસનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે તેઓ ચોરી છુપીથી કરોડો રૂપિયા ખર્ચી વિદેશ જતા પોતાનો જીવ ગુમાવે છે અથવા તો તેઓનું અપહરણ કરી પૈસા માંગવામાં આવે છે.

દુનિયાના કોઈપણ ખૂણે નિયમોને આધીન રહીને કોઈપણ વ્યક્તિ વસવાટ કરી શકે છે, વ્યવસાય પણ કરી શકે છે. આ શિરસ્તો તો મનુષ્ય જયારથી સામાજિક જીવન જીવતો થયો ત્યારથી ચાલ્યો આવે છે પરંતુ દુનિયાના કોઈપણ ખૂણે નિયમો તોડીને ગેરકાયદે પ્રવેશ કરો એટલે મુશ્કેલીઓની ધૂળ ધીમે-ધીમે પહાડ બનીને સામે આવીને ઉભી રહે. અમદાવાદના નરોડાના દંપતી ઉપર અમાનુષી અત્યાચાર ગુજારતો વીડિયો વાયરલ થવો અને ત્યારબાદ સરકારના એકશન થકી મહામુસીબતે દંપતીનો છુટકારો તો થયો પરંતુ ફરી એકવાર વિદેશમાં ગેરકાયદે જતા ગુજરાતીઓ માટે ખતરાની ઘંટડી મોટા અવાજે વાગી. 
માત્ર વિદેશમાં જવાનો મોહ એકબાજુ મુકીએ અને વાસ્તવિક સ્થિતિ ઉપર પણ જો નજર કરીએ તો કેનેડામાં એપ્રિલથી જૂન મહિનાની અંદર 3 ગુજરાતી વિદ્યાર્થીના મૃત્યુ થયા. વિચિત્ર કહી શકાય એવો યોગાનુયોગ એ છે કે ત્રણેયના મૃત્યુ ડૂબી જવાથી થયા અને રહસ્યમય સંજોગોમાં જ ત્રણેયના મૃતદેહ હાથ લાગ્યા. કેનેડાની સ્થાનિક પોલીસ ભલે આ અપમૃત્યુ પાછળ કોઈ ગુનાહિત એંગલનો ઈન્કાર કરતી હોય પરંતુ જે સંજોગોમાં વિદ્યાર્થી મૃત્યુ પામ્યા તે સામાન્ય તો નહતું જ તેમા બે મત નથી. વિદેશમાં જતા ગુજરાતીઓ આખરે ફસાઈ કેમ જાય છે.. આ પાછળ ગેરકાયદે વિદેશ પ્રવેશનો ખતરનાક ટ્રેન્ડ જવાબદાર બન્યો કે પછી વિદેશમાં અસ્તિત્વનો સંઘર્ષ વધુ ઘેરો બન્યો છે.. ગુજરાતીઓ વિદેશમાં ન ફસાય અને ગેરકાયદે વિદેશ પ્રવેશનો ટ્રેન્ડ બંધ થાય તે માટે દરેક સ્તરે કયા પ્રકારના પ્રયત્નો હાથ ધરવા જોઈએ.

  • વિદેશ જતા ગુજરાતીઓ ફસાઈ જવાના કિસ્સા વધ્યા
  • અમદાવાદના નરોડાનું દંપતી વિદેશ જવાના મોહમાં ખરાબ રીતે ફસાયું
  • નરોડાના પંકજ અને નિશા પટેલ અમેરિકા જવા માંગતા હતા
  • લેભાગુ એજન્ટે દંપતી પાસેથી 1.12 કરોડની રકમમાં ડીલ કરી હતી
  • દંપતીને ઈરાનમાં બંધક બનાવવામાં આવ્યું

વિદેશ જતા ગુજરાતીઓ ફસાઈ જવાના કિસ્સા વધ્યા છે.  અમદાવાદના નરોડાનું દંપતી વિદેશ જવાના મોહમાં ખરાબ રીતે ફસાયું છે.  નરોડાના પંકજ અને નિશા પટેલ અમેરિકા જવા માંગતા હતા. લેભાગુ એજન્ટે દંપતી પાસેથી 1.12 કરોડની રકમમાં ડીલ કરી હતી.  દંપતીને ઈરાનમાં બંધક બનાવવામાં આવ્યું.  પંકજ પટેલ ઉપર અમાનુષી ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. તાજેતરમાં કેનેડામાં 3 ગુજરાતી યુવકના અપમૃત્યુના બનાવ બન્યા.  ત્રણેય યુવકો વિદ્યાર્થી હતા અને ત્રણેયના મૃત્યુ ડૂબી જવાથી થયા.  બ્રિટનમાં પણ ભારતીયોનો વિરોધ થતો હોય તેવા વીડિયો સામે આવ્યા છે.  

કેનેડામાં મુશ્કેલીમાં ગુજરાતીઓ!

16 એપ્રિલ 2023

  • અમદાવાદના યુવક હર્ષ પટેલનું અપમૃત્યુ
  • હર્ષ પટેલની ઉમર 26 વર્ષની હતી
  • હર્ષનું મૃત્યુ પણ નદીમાં ડૂબી જતા થયું હતું
  • પોલીસે વિદ્યાર્થીના ઈમિગ્રેશન સ્ટેટસ અંગે પણ માહિતી નહતી આપી

7 મે 2023

  • મૂળ ભાવનગરના આયુષ ડાખરાનો મૃતદેહ મળ્યો
  • મૃતક કેનેડાની યોર્ક યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો
  • યુવકનો મૃતદેહ બ્રિજ નીચેની નદી પાસેથી મળ્યો
  • વિદ્યાર્થીનું મૃત્યુ ડૂબી જવાથી થયું હોવાનું તારણ નિકળ્યું
  • દુર્ઘટનામાં પોલીસે કોઈ ગુનાહિત એંગલ હોવાનો ઈન્કાર કર્યો હતો

18 જૂન 2023

  • મૂળ આણંદના ગુજરાતી યુવક વિષય પટેલનો મૃતદેહ મળ્યો
  • વિષય પટેલનો મૃતદેહ પણ નદીમાંથી મળ્યો હતો
  • પોલીસે હત્યા થયાની આશંકાને નકારી હતી
  • 15 જૂનની રાત્રે વિષય પટેલ ઘરેથી ચાલ્યો ગયો હતો
  • છેલ્લે વિષય ડિસ્કવરી સેન્ટર એરિયામાં જોવા મળ્યો હતો
  • એસિનેબોઈન નદી ઉપર આવેલા બ્રિજ નજીકથી વિષયના કપડા મળ્યા હતા

કેનેડામાં ગુજરાતીઓને મુશ્કેલી કેમ?
કેનેડામાં આર્થિક મંદીથી રોજગારીની તક ઘટી છે.  આવડત અને લાયકાત પ્રમાણે નોકરી મેળવવામાં મુશ્કેલી છે.  રિટેલ, મેનુફેકચરિંગ ક્ષેત્રે, ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રે મંદીની ઘેરી અસર. કેનેડાની ટેક્સ સિસ્ટમ મોંઘી છે. મકાનોની ઉંચી કિંમત હોવાથી ઘર ખરીદવું મુશ્કેલ. કેનેડાનું હવામાન અત્યંત વિષમ.  કેનેડાના અલગ-અલગ વિસ્તાર પ્રમાણે અલગ-અલગ તાપમાન. કેટલાક વિસ્તારમાં સૂર્યપ્રકાશ નથી એટલે મુશ્કેલી વધી છે.  અભ્યાસ અને આરોગ્યનું માળખુ મોંઘુ છે. તેમજ સમયસર જરૂરી તબીબી સારવાર મેળવવી મુશ્કેલ

  • કેનેડામાં આર્થિક મંદીથી રોજગારીની તક ઘટી
  • આવડત અને લાયકાત પ્રમાણે નોકરી મેળવવામાં મુશ્કેલી
  • રિટેલ, મેનુફેકચરિંગ ક્ષેત્રે, ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રે મંદીની ઘેરી અસર 

અમદાવાદના દંપતી સાથે શું બન્યું?
અમદાવાદના નરોડાનું પટેલ દંપતી અમેરિકા જવા માંગતું હતું. અમેરિકા જવા માટે એજન્ટ સાથે ડીલ કરી છે. ગાંધીનગરથી પીન્ટુ ગોસ્વામી અને અભય રાવલે દંપતી સાથે ડીલ કરી હતી. પહેલા દંપતી હૈદરાબાદ પહોંચ્યું.  હૈદરાબાદમાં રોકાયા બાદ શકીલ નામના એજન્ટનો સંપર્ક થયો. શકીલે દંપતીને ઈરાનના વીઝા લેવા કહ્યું હતું. જે બાદ  12 જૂનના રોજ દંપતી ઈરાન જવા નિકળ્યું. 13 જૂનના રોજ દંપતી મેક્સિકો નહતું પહોંચ્યું. 14 જૂનના રોજ દંપતીનું અપહરણ કરવામાં આવ્યું. વીડિયો વાયરલ કરીને ખંડણી માંગવામાં આવી
અપહરણકર્તાઓએ 35 લાખ રૂપિયાની ખંડણી માંગી. અભય રાવલે હવાલા મારફતે પહેલા 15 લાખ ચુકવ્યા. અપહરણકર્તાએ અભય રાવલને ફોન કરીને મુંબઈથી દિલ્લી બોલાવ્યો. દિલ્લીથી અભય રાવલે બીજા 20 લાખ તુર્કિયેમાં હવાલા મારફતે આપ્યા. આ દરમિયાન પંકજ પટેલ ઉપર અમાનુષી ત્રાસ ગુજારવામાં આવ્યો. પંકજ પટેલને બ્લેડના ઘા મારવામાં આવ્યા. અસહ્ય ત્રાસ ગુજારીને દંપતીને તહેરાનમાં છોડી મુકાયું.  વીડિયો વાયરલ થયા બાદ રાજ્ય સરકાર, રો સહિતની સંસ્થાઓ કામે લાગી. એમ્બેસીનો સંપર્ક કરીને પરિવારને છોડાવવામાં આવ્યો.

  • અમદાવાદના નરોડાનું પટેલ દંપતી અમેરિકા જવા માંગતું હતું
  • અમેરિકા જવા માટે એજન્ટ સાથે ડીલ કરી
  • ગાંધીનગરથી પીન્ટુ ગોસ્વામી અને અભય રાવલે દંપતી સાથે ડીલ કરી હતી 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ