અમેરિકામાં રહેતા ગુજરાતી યુવકની હત્યાની ઘટના સામે આવી છે. અમેરિકાના કોલંબસ સિટીમાં રહેતા મૂળ નડિયાના અમિત પટેલની હત્યા કરવામાં આવી છે.
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા
કોલંબસ સિટી રહેતા મૂળ નડિયાદના અમિત પટેલની હત્યા
3 વર્ષની દીકરીના જન્મદિવસે જ પિતાનું મૃત્યુ
ખેડા-આણંદ જિલ્લાના બહુ બધા લોકો અમેરિકા સહિતના અનેક દેશોમાં વસે છે. ત્યારે મૂળ નડિયાદના 45 વર્ષીય અમિત પટેલ તેમના પરિવાર સાથે અમેરિકાના કોલંબસમાં રહેતા હતા. તેઓ એક ગેસ સ્ટેશનના માલિક હતા. તેમની 3 વર્ષની દીકરીનો જન્મદિવસ હતો અને એજ દિવસે તેમનું મોત થયું છે. તેઓ કોલંબસ બેંકમાં રૂપિયા જમા કરવા માટે ગયા હતા તે સમયે અજાણ્યા શખ્સો દ્વારા તેમના પર ફાયરિંગ કરાયું હતું. જેમાં તેમને ઇજા થતા તેમનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તારણ અનુસાર તેમની લૂંટના ઇરાદે હત્યા થઇ છે.
તેમા બિઝનેસ પાર્ટનર વિની પટેલના જણાવ્યા અનુસાર, અમિતે સાપ્તાહિક ડિપોઝિટ જમા કરાવીહ તી અને તેની 3 વર્ષીય દીકરીનો જન્મદિવસ ઉજવવાનો પ્લાન કર્યો હતો. ત્યારે દીકરીના પિતાનું મૃત્યુ થતા પટેલ પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. વિદેશોમાં અવારનવાર ગુજરાતી લોકોની હત્યાના બનાવો બનતા રહે છે, ત્યારે NRI લોકો દ્વારા આવી ઘટનાઓ અટકે તેવી માંગ કરવામાં આવી રહી છે. જોકે હત્યા અંગે વધુ તપાસ ચાલી રહી છે.