બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / VTV વિશેષ / Gujarati language discussion once again on Mother Language Day

મહામંથન / અંગ્રેજીની આવડત હોશિયારી પણ ગુજરાતી ભાષાનું ગર્વ કેમ નહીં? આ લોહિયાળ સંઘર્ષ યાદ કરી લો

Vishal Khamar

Last Updated: 09:26 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માતૃભાષા દિવસે ફરી એકવાર ગુજરાતી ભાષાની ચર્ચા છે. એવી બૂમરાણ છે કે, ગુજરાતી ભાષા લુપ્ત થવાને આરે છે. ગુજરાતી ભાષા ઉપર ગુજરાતી તરીકે આપણને કેટલો ગર્વ? ગુજરાતી ભાષા પૂર્ણતાની નજીક છતાં લોકપ્રિય કેન નહીં? ગુજરાતી ભાષા, ફિલ્મ અને સાહિત્ય ક્યાં ઉભા છે તે મહત્વનો સવાલ.

માતૃભાષાની સરળ સમજણ એ છે કે બાળક તેની મા પાસેથી જે ભાષા શીખે, અને પછી પોતાની લાગણી અને વિચાર જે ભાષામાં પ્રદર્શિત કરે તે માતૃભાષા. માતૃભાષા દિવસ જ્યારે જ્યારે આવે ત્યારે આપણે ગુજરાતી તરીકે ગુજરાતી ભાષા લુપ્ત થવાની બૂમ પાડીએ છીએ. પણ ઈતિહાસમાં ઉંડા ઉતરીને એ સમજવું જરૂરી છે કે પોતાની માતૃભાષાને જીવતી રાખવા કરવો પડેલો લોહિયાળ સંઘર્ષ જ માતૃભાષા દિવસની ઉજવણીના મૂળમાં છે. થોડા દાયકાઓ પહેલાના જ ઈતિહાસમાં જઈએ તો આ એ સમયની વાત છે જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા અને વર્તમાન બાંગ્લાદેશ એ સમયે પાકિસ્તાનનો હિસ્સો હતું. 

  • માતૃભાષા દિવસે ફરી એકવાર ગુજરાતી ભાષાની ચર્ચા
  • ગુજરાતી ભાષા લુપ્ત થવાને આરે છે તેવી બૂમરાણ
  • ગુજરાતી ભાષા ઉપર ગુજરાતી તરીકે આપણને કેટલો ગર્વ?

1952માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પાકિસ્તાન સરકારની ભાષા નીતિ સામે વિરોધ કર્યો અને બંગાળી ભાષામાં શિક્ષણની માગ કરી, જવાબમાં સરકારે દમનકારી નીતિ અપનાવીને આંદોલનને કચડી નાંખવા પ્રયાસ કર્યો જેમાં કેટલાય વિદ્યાર્થીઓના મૃત્યુ થયા. અલગ બાંગ્લાદેશના સર્જન બાદ બાંગ્લાદેશ સરકારે 21 ફેબ્રુઆરીનો દિવસ વિશ્વ માતૃભાષા તરીકે ઉજવાય એના પ્રયાસરૂપે સંયુક્ત રાષ્ટ્રને પ્રસ્તાવ મોકલ્યો. અંતે વર્ષ 2000થી 21 ફેબ્રુઆરીનો દિવસ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. આ તો વાત બાંગ્લાદેશની હતી અને કદાચ ગુજરાતે કે ગુજરાતીએ પોતાની ભાષાને જીવતી રાખવા કોઈની સામે પડવાની જરૂર પણ નથી પરંતુ બાંગ્લાદેશની એ ચળવળને નજર સામે રાખીને એ વિચારવું ચોક્કસ પડે કે આપણે આપણી ભાષા પ્રત્યે સંવેદનશીલ છીએ કે નહીં. દાયકાઓ પહેલા એ વિદ્યાર્થીઓ માતૃભાષામાં ભણતર મળે એના માટે જીવનું બલિદાન દેવા તૈયાર થઈ ગયા. 

ત્યારે આપણે આપણા બાળકોને ગુજરાતી માધ્યમની શાળામાં ભણાવવા ભલે જીવ ન આપીએ પણ ઈચ્છુક છીએ ખરા. અંગ્રેજીની આવડતને હોશિયારી તરીકે જોવાનો માપદંડ ગુજરાતી તરીકે ગર્વ કરવામાં નડી જાય છે કે નહીં. ભાષાકીય પૂર્ણતાની દ્રષ્ટિએ અંગ્રેજી કરતા જે ભાષા આગળ છે તેનું મહત્વ ગુજરાતી તરીકે આપણને જ સમજતા કેમ વાર લાગે છે. ગુજરાતી સાહિત્ય અને ફિલ્મોની ગૂંજ વૈશ્વિક સ્તરે સંભળાવવી જોઈએ એટલી નથી સંભળાતી? દર વર્ષે આપણી માતૃભાષા ગુજરાતી લુપ્ત થઈ જશે એવી બૂમ ઉઠવા પાછળના કારણો શું છે અને તેમા દમ કેટલો છે?

  • વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના મૂળ ઉંડા છે
  • ભાષાને લઈને ઉગ્ર ચળવળ 1947 પછી જોવા મળી
  • 1947માં ભારત અને પાકિસ્તાન અલગ થયા

માતૃભાષા દિવસની ઉજવણીના મૂળ ક્યાં?
વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના મૂળ ઉંડા છે. ભાષાને લઈને ઉગ્ર ચળવળ 1947 પછી જોવા મળી છે.  1947માં ભારત અને પાકિસ્તાન અલગ થયા. બાંગ્લાદેશ એ સમયે પાકિસ્તાનનો ભાગ હતું. 1952માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ માતૃભાષામાં શિક્ષણની માગ કરી છે.  જવાબમાં સરકારે વિદ્યાર્થી આંદોલન કચડી નાંખવા પ્રયાસ કર્યા છે.  કેટલાય વિદ્યાર્થીઓ માતૃભાષામાં શિક્ષણ લેવાના આંદોલનમાં મૃત્યુ પામ્યા છે. અંતે સરકાર ઝૂકી અને વિદ્યાર્થીઓને માતૃભાષામાં શિક્ષણ આપવા સહમત થઈ છે.  1971માં સ્વતંત્ર બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. 1999માં બાંગ્લાદેશ સરકારે UNને માતૃભાષા દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મોકલ્યો. વર્ષ 2000માં સંયુક્ત રાષ્ટ્રએ આ પ્રસ્તાવને સ્વીકાર્યો. આ રીતે દર વર્ષે 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાય છે.

1999માં બાંગ્લાદેશ સરકારે UNને માતૃભાષા દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મોકલ્યો
વર્ષ 2000માં સંયુક્ત રાષ્ટ્રએ આ પ્રસ્તાવને સ્વીકાર્યો
આ રીતે દર વર્ષે 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાય છે

માતૃભાષાની સરળ સમજણ
બાળકને માતા તરફથી મળેલી ભાષા છે.  પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા છે.  જે ભાષામાં વિચારી શકાય, લાગણી પ્રદર્શિત કરી શકાય.
 

ગુજરાતી ભાષાનો ઈતિહાસ

સંસ્કૃત ભાષામાંથી વિકસિત થઈ

  • 700 વર્ષ કરતા જૂની ભાષા
  • જૂની ગુજરાતી, મધ્યકાલીન ગુજરાતી, આધુનિક ગુજરાતી એમ 3 ભાગ
  • ઈન્ડો-યુરોપિયન, ઈન્ડો-આર્યન, ઈન્ડો-ઈરાનિયન જેવા કુળ ધરાવે છે

ગુજરાતી ભાષાનો ઈતિહાસ

  • જૂની ગુજરાતી
  • ઈ.સ.1100-1500નો ગાળો
  • આધુનિક ગુજરાતી અને રાજસ્થાની ભાષાની પૂર્વજ
  • 12મી સદીમાં સાહિત્યિક ભાષા તરીકે ઉપયોગ થવા લાગ્યો

મધ્યકાલીન ગુજરાતી

  • ઈ.સ.1500-1800
  • રાજસ્થાની ભાષાથી અલગ પડી

આધુનિક ગુજરાતી

  • ઈ.સ.1800થી અત્યાર સુધી
  • શબ્દને છેડે આવતો `અ' દૂર થયો
  • આધુનિક ગુજરાતીમાં વ્યજનાન્ત શબ્દો
  • નવો બહુવચન સૂચક `ઓ' વિકસ્યો

ગુજરાતી ભાષા સામે પડકાર
ગુજરાતી તરીકે ગુજરાતી ભાષા ઉપર વધુ ભાર મુકવાની જરૂર છે.  પ્રદેશવાદની આક્રમકતા નહીં પણ ગુજરાતીના ભોગે અન્ય ભાષાનો પ્રચાર નહીં. અંગ્રેજી માધ્યમમાં ભણવાનો ક્રેઝ વધ્યો છે.  ગુજરાતી હોવાના ગર્વની વાત ભાષણ પૂરતી સિમિત રહી છે.  ગુજરાત પાસે સમૃદ્ધ સાહિત્ય પરંતુ યોગ્ય પ્રચાર નહીં. સ્થિતિમાં સુધારો આવ્યો છે પરંતુ અપેક્ષા પ્રમાણે નથી. અંગ્રેજી આવડવાને જ હોશિયારી સમજવી. તાર્કિક રીતે ગુજરાતી પૂર્ણતાની દ્રષ્ટિએ અંગ્રેજીથી આગળ છે.  ગુજરાતીની સાપેક્ષે અંગ્રેજી અપૂર્ણ ભાષા છે. 

ગુજરાતી ફિલ્મ ક્યાં ઉભી છે?
છેલ્લા એક દાયકામાં ગુજરાતી ફિલ્મોનો ટ્રેન્ડ બદલાયો છે.  શહેરી કલ્ચર દર્શાવતી ફિલ્મોની સંખ્યા વધી છે.  મલ્ટીપ્લેક્સના દર્શકોને સ્પર્શતી સ્ટોરીલાઈન સાથેની ફિલ્મ વધી છે.  વિષયવસ્તુમાં વૈવિધ્ય ગુજરાતી ફિલ્મ સામે મોટો પડકાર છે.  ગુજરાતી ફિલ્મ સર્જકો પ્રયોગ કરે છે પણ પડકાર ઓછા નથી. વર્તમાન દાયકો ગુજરાતી ફિલ્મો માટે મહત્વનો છે.  બ્રાન્ડિંગ ક્ષેત્રે ગુજરાતી ફિલ્મોએ કામ કરવાની જરૂરિયાત છે.  ગુજરાતી ફિલ્મ સારી વિષયવસ્તુ સાથે આવે છે એ વાત લોકો સુધી પહોંચે. અન્ય પ્રાદેશિક ફિલ્મ જેવું નિર્માણ, દિગ્દર્શન જરૂરી.

સાહિત્ય આધારીત જાણીતી ફિલ્મો

કરણઘેલો
માલવપતિ મુંજ
નાયિકા દેવી
રેવા
ઝેર તો પીધા જાણી જાણી
કાશીનો દીકરો
કંકુ
ભવની ભવાઈ
ધાડ
કસૂંબો
સંસારલીલા
મળેલા જીવ
લીલુડી ધરતી
મિર્ચ મસાલા
પૃથ્વી વલ્લભ
સરસ્વતીચંદ્ર
વોટ્સ યોર રાશી
મોતીના ચોક રે સપનામાં દીઠા
ગુણસુંદરી
ગુણસુંદરીનો ઘરસંસાર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ