બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarati fell in front of Google Uploading a photo, the matter reached the High Court, Neil saw the beauty of technology

અમદાવાદ / ગુજરાતી ગુગલ સામે પડ્યો! એક ફોટો અપલોડ કરતાં મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં, નીલે જોયું ટેકનોલોજીનું વરવું રૂપ

Vishal Khamar

Last Updated: 11:34 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદનાં કમ્પ્યુટર એન્જિનિયર નીલ શુક્લનો ગુગલે એકાઉન્ટ બંધ કરતા તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં છે

આજના હાઇટેક યુગમાં જ્યારે સમગ્ર દુનિયા ટેકનોલાજી સાથે તાલ મેળવતા બની ગઈ છે. તેમજ સામાન્ય મુશ્કેલીનાં નિવારણ માટે લોકો ગુગલનાં સહારે પોતાની તકલીફનું નિવારણ કરતાં જોવા મળે છે ત્યારે કોઈ વ્યક્તિને ગુગલથી તકલીફ પડી હોય કે ગૂગલ થી ગુંગળામણ થઈ હોય તેવું સાંભાળવા મળે તો નવાઈ લાગે. પરંતુ અમદાવાદનાં પચ્ચીસ વર્ષિય એન્જીનિયર નીલ શુક્લ સાથે વિચિત્ર બનાવ બન્યું છે. 

ગુગલની ગુંગળામણ.!
પોતાના બાળપણનો ફોટો ગુગલમાં અપલોડ થતાં એક ગુજરાતી યુવાનનું ગુગલ એકાઉન્ટ ડીસેબલ કરવામાં આવ્યું અને સમગ્ર મામલો પહોંચ્યો ગુજરાત હાઇકોર્ટમાં. આજકાલ દરેક લોકો માટે ગુગલ એટલે સૌથી મોટા આશીર્વાદ ગણવામાં આવે છે. રોડ, રસ્તો કે કોઈનું એડ્રેસ જોવું હોય તો તરત લોકો ગુગલ મેપનો ઉપયોગ કરે છે. કોઈને પેમેન્ટ આપવું કે કોઈ પાસેથી પેમેન્ટ લેવું હોય તો તુરંત ગુગલ પેનો ઉપયોગ કરવામાં આવે છે. અરે સોશિયલ મીડિયામાં કોઈ સાઈટ પણ ઓપન કરવાની હોય તો પણ ગુગલ સિવાય શક્ય નથી ત્યારે કોઈ ગુગલ ને કારણે મુશ્કેલી પણ સર્જાય, તે સર્જાઈ છે નીલ શુક્લને

મામલો પહોંચ્યો કોર્ટ સુધી
અમદાવાદનાં કમ્પ્યુટર એન્જિનિયર નીલ શુક્લ પોતે આજની પેઢીના યુવાન છે એટલે સ્વાભાવિક રીતે તેઓ હાઇટેક પણ હોવાનાં જેથી તેઓ ગૂગલનો સાર્વત્રિક ઉપયોગ પણ કરતાં હોય તે પણ એટલુ જ સ્વાભાવિક છે. ત્યારે ગુગલ ઉપર આધારિત નીલ શુક્લને કેટલી અને કેવી તકલીફ પડી તેની વાત જ્યારે ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચી ત્યારે તેની ગંભીરતા સમજી શકાય છે. સમગ્ર મામલે આવનારી 26 માર્ચનાં રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. તેમજ ગુગલ દ્વારા નીલનાં એકાઉન્ટ સંપૂર્ણ પણે હટાવી તેનો બધો ડેટા નાશ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હોવાથી કોર્ટની આગામી સુનાવણી ઉપર સૌ કોઈનું ધ્યાન છે.

વાંચવા જેવું:  કોંગ્રેસે પંચમહાલ લોકસભા બેઠક પર જાહેર કર્યું નામ,વિનર ઉમેદવારને ઉતાર્યો મેદાનમાં, જંગ જામશે

ડોક્યુમેન્ટ એક કરતા વધુ સાઈટ પર સેવ રાખો 
ગુગલ દ્વારા પોતાનું એકાઉન્ટ બ્લોક થતાં નીલે ગુજરાત સાયબર ક્રાઇમ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનો પણ સંપર્ક કરીને પ્રયત્ન કર્યો બાદમાં ગુજરાત હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યા હતાં. આમ નીલ શુક્લનાં કેસમાંથી એટલું શીખવું રહ્યું કે ગુગલ કનેક્ટેડ રહેતાં દરેક લોકોએ પોતાનો સમગ્ર ડેટા તેમજ પોતાની મેમરી તેમજ અગત્યના ડોક્યુમેન્ટ ફકત એકજ સાઈટ સિવાય અન્ય જગ્યાએ પણ અપલોડ કરવા જરૂરી છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ