બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarati family, mother, welcomed like a goddess, heart touching video viral, people

'મા' થી મોટું કોઇ નહી / ગુજરાતી પરિવારે દેવીની જેમ 'મા'નું કર્યું સ્વાગત્, હૃદય સ્પર્શી વીડિયોને લોકોએ ખુબ વખાણ્યો

Kishor

Last Updated: 07:52 PM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુત્રવધુએ પોતાના ઘરમાં સાસુનું પરંપરાગત વિધિથી સન્માન કર્યું હોવાનો ગુજરાતી પરિવારનો વીડિયો વાયરલ થયો છે.

  • ગુજરાતી પરિવારનો વીડિયો થયો વાયરલ
  • પુત્રવધુએ સાસુનું કર્યું અનોખું સ્વાગત
  • સ્વાગત જોઇ સાસુની આંખમાં આવી ગયા આંસુ 

તુંટતી જતી સામાજિક પરંપરા અને વૃદ્ધાશ્રમમાં વધતી જતી વૃદ્ધોની સંખ્યા વચ્ચે ગુજરાતી પરિવારે દેવીની જેમ 'માં'નું ઘરમાં સ્વાગત કર્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો છે. જેને પગલે લોકો આ ગુજરાતી પરિવારની ખાનદાનીને મુક્ત મને વખાણી રહ્યા છે. આ વિડીયોને સામાજિક, રાજકિય અગ્રણીઓ આઇએએસ, આઈપીએસ અધિકારીઓ પણ શેર કરી રહ્યા છે. 

સ્વાગત જોઇ સાસુની આંખમાં આવી ગયા આંસુ 
સ્વાર્થના આ સંસારમાં આજે પણ અનેક પરિવારોમાં માતા-પિતાને દેવી-દેવતા સમાન માની તેમનું માન, મર્યાદા જાળવવામાં આવે છે. જેના બોલતા પુરાવા સમાન એક વિડીયો સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો છે. આ હૃદય સ્પર્શી વીડિયોમાં 'મા' થી મોટું કોઇ નથી તેવો ભાવ દર્શાવવામાં આવે છે. એક વૃદ્ધ મહિલા નવા ઘરમાં પ્રવેસ કરે છે ત્યારે ઘરમાં હાજર મહિલ દ્વારા તેમનું પરંપરાગત વિધિ સાથે અદકેરું સન્માન કરવામાં આવતું હોવાનું દ્રશ્યમાન થાય છે. જેમાં જણાતી વિગત મુજબ ઘરમાં પ્રવેસ કરનાર વૃદ્ધા આ મહિલાની સાસુ થાય છે. જ્યાં આજુબાજુના લોકો દ્વારા પણ વૃદ્ધ મહિલાનું સ્વાગત કરવામાં આવે છે. આ અનોખા સ્વાગતને લઈને સાસુની આંખમાં આસું આવી ગયા હતા. સંયુક્ત પરિવારની અનોખી સમજણ લોકો માટે અનુકરણીય સાબિત થઇ છે. 

દરેક પુત્ર-પુત્રવધુ આ રીતે વર્તે તો વૃદ્ધાશ્રમને લાગી જાય તાળાં
મહત્વનું છે કે આજના સમયમાં અનેક વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે અને લાંબા વેઇટિંગ ચાલી રહ્યા છે. અંદાજ મુજબ મોટા ભાગના ગૃહ કંકાશમાં સાસુ-વહુના ઝઘડા જવાબદાર હોય છે ત્યારે દરેક પુત્ર-પુત્રવધુ આ રીતે વર્તે વૃદ્ધાશ્રમોને અલીગઢી તાળાં લાગી જાય તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. સારું- વહુ વચ્ચેના આ અદભૂત પ્રેમને લોકો બિરદાવી રહ્યા છે. તો બીજી બાજુ આઈએએસ અધિકારી અવનિશ શરણે પણ આ વિડીયોનું ટ્વિટ કરીને કમેંટ કરી હતી કે,પુત્ર માટે આનાથી મોટી કોઇ ખુશી નથી અને માતા માટે આથી મોટી ગર્વની કોઇ ક્ષણ ન હોય શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ