કિડનેપિંગ /
આફ્રિકામાં ગુજરાતી વેપારીનું જાહેર રોડ પરથી કરાયું અપહરણ, CCTV ફુટેજના આધારે તપાસ શરૂ
Team VTV07:03 PM, 11 Jan 22
| Updated: 07:05 PM, 11 Jan 22
આફ્રિકન દેશોમાં મૂળ ગુજરાતી લોકોના અપહરણ અને હત્યાની વારંવાર ઘટનાઓ સામે આવે છે. ત્યારે હવે આફ્રિકાના લેનાસિયામાં વધુ એક ગુજરાતી વેપારીનું અપહરણ કરવામાં આવ્યું છે.
આફ્રિકામાં ભારતીય વેપારીનુ અપહરણ
વેપારી ગુજરાતી હોવાની શક્યતાં
અપહરણની ઘટના CCTVમાં કેદ
આફ્રિકાના લેનાસિયામાં ભારતીય વેપારીનું અપહરણ થયાનો બનાવ સામે આવ્યો છે. લેનાસિયામાં જે ભારતીય વેપારીનુ અપહરણ થયુ છે તેનુ નામ યાસીન ભિકુ હોવાનુ જાણવા મળ્યુ છે. ભારતીય વેપારીનુ જાહેર માર્ગ પરથી અપહરણ કરાયું હતું.
આ અપહરણની ઘટના CCTVમાં કેદ થઈ હતી. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ વેપારી મુળ ગુજરાતી હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.