બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતને બે દિવસ ધમરોળશે મેઘરાજા, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

આગાહી / ગુજરાતને બે દિવસ ધમરોળશે મેઘરાજા, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

Dinesh Chaudhary

Last Updated: 04:43 PM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે, આગામી બે દિવસ ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે.

બે દિવસથી મેઘરાજા રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ મધ્ય, દક્ષિણ અને ઉત્તરના ભાગોને ઘમરોળી રહ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. હજું પણ બે દિવસ જબરદસ્ત વરસાદ રહેશે તેવી હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે. પણ બે દિવસમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓને મેઘાએ ઘમરોળી નાંખ્યા છે.

આગામી બે દિવસ ગુજરાતને ધમરોળશે વરસાદ

રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી બે દિવસ ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, મહીસાગરમાંલ યેલો એલર્ટ અપાયું છે. દાહોદ,પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

19થી 24 જૂન સુધી રહેશે સાર્વત્રિક વરસાદ

19થી 24 જૂન સુધી સાર્વત્રિક વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન અપાયું છે. અમદાવાદમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની સંભવના છે.

app promo3

આ પણ વાંચો: ગુજરાતમાં વધુ એક દુર્ઘટના, કમલમ પાસે ભેખડ ધસી પડી, એકનું મોત

વહીવટી તંત્ર એલર્ટ

લોકોને સૂચના આપવામાં આવી છે કે, વરસાદ દરમિયાન જરૂરી ન હોય ત્યાં સુધી ઘરના બહાર ન જાય અને સરકારી સૂચનાઓનું પાલન કરે. તંત્ર દ્વારા બચાવના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Gujarat Rain Rain Forecast
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ