બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, કંડલા 45.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર

હવામાન અપડેટ / રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, કંડલા 45.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર

Priykant Shrimali

Last Updated: 08:14 AM, 27 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Forecast : કંડલા ખાતે 45.2 ડિગ્રી તાપમાન નોંધાતા તે રાજ્યનું સૌથી ગરમ સ્થળ બની ગયું છે, જ્યારે અમદાવાદ, રાજકોટ અને અમરેલી જેવા શહેરો પણ તાપમાનના ઊંચા આંકડાઓ નોંધાયા છે

Gujarat Weather Forecast : ગુજરાતમાં ઉનાળાની તીવ્રતા દિવસેને દિવસે વધતી જઈ રહી છે અને રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ ગંભીર બનતો જાય છે. તાજેતરના હવામાન આંકડાઓ દર્શાવે છે કે, અનેક શહેરોમાં તાપમાન 44 ડિગ્રીથી વધુ પહોંચી ગયું છે, જેના કારણે સામાન્ય જનજીવન પર સીધી અસર પડી રહી છે. ખાસ કરીને કંડલા ખાતે 45.2 ડિગ્રી તાપમાન નોંધાતા તે રાજ્યનું સૌથી ગરમ સ્થળ બની ગયું છે, જ્યારે અમદાવાદ, રાજકોટ અને અમરેલી જેવા શહેરો પણ તાપમાનના ઊંચા આંકડાઓ નોંધાયા છે.

આ સાથે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગરમ પવનો અને લૂના કારણે બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ખૂબ જ ઓછી થઈ ગઈ છે. લોકો અનાવશ્યક બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે શહેરમાં કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળે છે. આ જ સ્થિતિ અન્ય શહેરોમાં પણ જોવા મળી રહી છે, જ્યાં ગરમીના કારણે લોકો ઘરમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ હીટવેવનો વ્યાપક પ્રભાવ જોવા મળી રહ્યો છે. સમુદ્ર કિનારાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી લોકોને બફારાનો અનુભવ થાય છે. આ પરિસ્થિતિમાં તાપમાન વધવાનું હજુ યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. નાગરિકોને ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે ખાસ કાળજી રાખવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. તબીબો દ્વારા લોકોને વધુ પ્રમાણમાં પાણી, છાશ, લીંબુ શરબત જેવા પ્રવાહી પીવાની સલાહ આપવામાં આવી રહી છે, જેથી ડિહાઇડ્રેશનથી બચી શકાય.

આ પણ વાંચો : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ

ક્યાં કેટલું તાપમાન ?

  • કંડલામાં 45.2 ડિગ્રી તાપમાન
  • અમદાવાદમાં 44.8 ડિગ્રી તાપામાન
  • અમરેલીમાં 44.5 ડિગ્રી તાપામાન
  • વડોદરામાં 43 ડિગ્રી તાપમાન
  • ભાવનગરમાં 41.6 ડિગ્રી તાપામાન
  • ભૂજમાં 43. 8 ડિગ્રી તાપમાન
  • ડીસામાં 42.8 ડિગ્રી તાપામાન
  • ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં 44.4 ડિગ્રી તાપામાન
  • સુરતમાં 41.6 ડિગ્રી તાપમાન

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Summer Heat Safety High Temperature Heatwave Gujarat
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ