બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / Gujarat Weather Meteorological department heat wave Weather News

હવામાન / ગુજરાતમાં આગામી 5 દિવસ આકરી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જુઓ વીડિયો

Published By: Dhruv

Last Updated: 08:11 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, અમરેલી અને દીવમાં હિટવેવની આગાહી કરાઈ છે. સાથે જ ઉત્તર પશ્ચિમના પવનના કારણે સામાન્ય કરતા વધારે ગરમીની આગાહી કરાઇ છે.

રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ગરમીમાં વધારો થયો છે, ત્યારે આવનારા વધુ 5 દિવસ હિટવેવ જોવા મળશે તેવી આગાહી કરાઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓએ ઉનાળાની શરૂઆતે જ આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. કેમ કે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે આગામી 5 દિવસ માટે હિટવેવની આગાહી કરી છે. આગામી એક સપ્તાહ રાજ્યમાં ગરમી યથાવત રહેશે. તેમજ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. હાલ રાજ્યમાં  પોરબંદર અને ગીર સોમનાથમાં  હિટવેવ નોંધાઇ છે. હીટવેવના પગલે હવામાન વિભાગે યેલ્લો એલર્ટ જાહેર કર્યું છે.

 

વધુ વાંચો: ગુજરાતમાં હિટવેવની આગાહીને જોતાં શિક્ષણ વિભાગે શાળાઓને કર્યા આદેશ, આ સુવિધાઓ આપવા સૂચના

સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, અમરેલી અને દીવમાં હિટવેવની આગાહી કરાઈ છે. સાથે જ ઉત્તર પશ્ચિમના પવનના કારણે સામાન્ય કરતા વધારે ગરમીની આગાહી કરાઇ છે. રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 થી 5 દિવસ હિટવેવની આગાહી છે. કચ્છ, ગીરસોમનાથ અને પોરબંદરમાં ગરમ પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમરેલીમાં નોંધાયું છે. અમદાવાદમાં 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચ્યું  છે. પશ્ચિમથી ઉત્તર દિશામાં પવન ફૂંકાઇ રહ્યો હોવાથી ગરમીમાં વધારો થયો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Heat Wave Meteorological Department Weather update gujarat weather weather news આગાહી ગરમી ગુજરાત હવામાન વિભાગ Heat Wave

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ