ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી 3 લોકોનાં મોત, પાણીનો ફુવારો મોત બનીને આવ્યો
Last Updated: 12:10 AM, 5 April 2025
ADVERTISEMENT
બનાસકાંઠાના ઉંબરી ગામે વીજ કરંટ લાગતા 3 નાગરિકોના મોત થયા હતા. ખેતરમાં ઘાસચારો લેવા જતા મહિલા અને 2 બાળકોનું મોત નિપજતા ચકચાર મચી ગઇ છે. હેવી વીજ લાઈનથી ખેતરમાં કરંટ લાગ્યો હતો. ખેતરમાં ફુવારા ચાલુ હોવાથી વીજ કરંટ આખા ખેતરમાં ફેલાઇ ગયો હતો. શિહોરી સરકારી હોસ્પિટલમાં ત્રણેયના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જો કે ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ઉંબરી ગામની ભયાનક ઘટના
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર બનાસકાંઠાના ઉંબરી ગામે વીજ કરંટ લાગતા એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યાં છે. ખેતરમાં ઘાસચારા લેવા માટે ગયેલી મહિલાને સરકારી મોત આંબી ગયું હતું. જ્યારે મહિલાની પાછળ જઇ રહેલા બે બાળકોને પણ સરકારી મોત આંબી ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેતરમાંથી વિજ વિભાગની હેવી વોટની લાઇન પસાર થાય છે. આ વીજ લાઇનમાંથી કરંટ સમગ્ર ખેતરમાં ફેલાઇ ગયો હતો.
ADVERTISEMENT
ખેતરના ફુવારા મોત બનીને આવ્યા
ખેતરમા ફુવારા ચાલુ હોવાના કારણે વીજ કરંટ સમગ્ર ખેતરમાં ફેલાઇ ગયો હતો. આ વાતથી તદ્દન અજાણ મહિલા નિત્યક્રમ અનુસાર ઘાસ ચારા માટે ખેતરમાં પ્રવેશ કર્યો હતો. જો કે પાણીના ફુવારાનું પાણી અડતાની સાથે જ મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનામા માતા તથા પુત્ર અને અન્ય 1 પાડોશમાં રહેતી બાળકીના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ત્રણેય મૃતદેહને પીએમ અર્થે શિહોરી સરકારી હોસ્પિટલ લવાયા હતા. બનાવના પગલે શિહોરી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT
હતભાગીઓના નામ
સંકળાયેલા મુદ્દાઓ