બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat teachers will get 21 days Diwali vacation

ખુશખબર / રાજ્યના શિક્ષકોને આ તારીખથી મળશે 21 દિવસનું દિવાળી વેકેશન, સત્રાંત પરીક્ષા અંગે હવે નિર્ણય લેવાશે

Published By: Hiren

Last Updated: 09:20 PM, 20 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે દિવાળી સુધી શાળાઓ ન ખોલાવાનો નિર્ણય લીધો હતો. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને પછી સરકાર નિર્ણય લેશે. તેવામાં હવે રાજ્યના શિક્ષકોને લઇને ખુશખબર આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના શિક્ષકોને 21 દિવસનું દિવાળી વેકેશન મળશે.

  • રાજ્યના શિક્ષકોને 21 દિવસનું મળશે દિવાળી વેકેશન
  • શિક્ષકોને 29 ઓક્ટોબરથી 18મી નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે
  • સ્કૂલમાં લેવાનારી  સત્રાંત પરીક્ષા અંગે બાદમાં નિર્ણય લેવાશે 

રાજ્યના શિક્ષકોને 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. જ્યારે સત્રાંત પરીક્ષા અંગે બાદમાં નિર્ણય લેવાશે. મહત્વનું છે કે, કોરોનાને કારણે રાજ્યમાં 16 માર્ચથી સ્કૂલો બંધ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે. જેમાં નક્કી કરવામાં આવતી તારીખો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લાગુ પડે છે. જોકે કોરોનાને કારણે આ વર્ષે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયું નથી અને શાળાકીય પ્રવૃતિ કેલેન્ડર બની શક્યું નથી.

ઉલ્લેખનીય છે કે, અનલોક-6ની નવી ગાઈડલાઈન પછી સરકાર ગુજરાતમાં શાળાઓ ખોલવા અંગે નિર્ણય લેશે. થોડા દિવસ અગાઉ આ અંગે શિક્ષણ અને આરોગ્ય વિભાગ વચ્ચે બેઠક થઈ હતી. શાળાઓ ખોલવા બાબતે આરોગ્ય વિભાગનો અભિપ્રાય લેવાયો હતો. જેમાં સંચાલક મંડળે દિવાળી પછી શાળા ખોલવા તૈયારી બતાવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Teachers gujarat ગુજરાત દિવાળી શિક્ષકો Gujarat School

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ