બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચોટીલા બાનમાં લીધું! ઘાંચીવાડમાં 5 થી 6 લોકોએ લાકડીઓ ફેરવી, મકાનના દરવાજા તોડી સાધનમાં તોડફોડ
Last Updated: 02:16 PM, 19 September 2025
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ઘાચીવાડ વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાન પર 5 થી 6 લોકોના ટોળાએ અચાનક હુમલો કર્યો હતો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ઘટના ચારેકોર ચર્ચાનો વિષય બની છે.
ADVERTISEMENT

માહિતી મુજબ, હુમલાખોરોએ મકાનના દરવાજા તોડી નાખ્યા અને બહાર ઉભેલી બાઇકોમાં તોડફોડ કરી હતી. અચાનક થયેલા આ હુમલાથી ઘરમા રહેલી મહિલાઓ અને બાળકો ભારે ભયભીત થઈ ગયા હતા. તેઓ ડરીને ઘરના રૂમમાં પોતાને પુરાઈ ગયા હતા જેથી બહાર ન આવી શકે. આ ઘટના દરમિયાન ચીસા અને હાહાકાર મચી ગયો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
વિડિયો વાયરલ થયા બાદ લોકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતા ફેલાઈ છે. કારણ કે રહેણાંક વિસ્તારમાં આવા હુમલા થતા લોકોની સુરક્ષા ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જાણવા જેવી વાત એ છે કે, આ જ શખ્સોએ થોડા સમય પહેલા મકાનના માલિક પર મુંબઈમાં પણ હુમલો કર્યો હતો. એટલે કે હુમલાખોરો અગાઉથી જ આ પરિવારને ટારગેટ કરી રહ્યા હોવાની શક્યતા સામે આવી છે.
ચોટીલા બાનમાં લીધું! ઘાંચીવાડમાં 5 થી 6 લોકોએ લાકડીઓ ફેરવી, મકાનના દરવાજા તોડી સાધનમાં તોડફોડ pic.twitter.com/12FoXKXndm
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) September 19, 2025
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ ચોટીલા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે મકાન માલિક તેમજ પરિવારજનોના નિવેદનો લીધા છે અને હુમલાખોરોની ઓળખ કરવા માટે વીડિયો ફૂટેજ તથા સ્થાનિક સ્તરે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હાલમાં પોલીસ તપાસ હેઠળ છે અને હુમલાખોરોને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે. લોકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે અને તેઓ ઝડપથી આરોપીઓને પકડી કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.