ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારે જ કર્યું અપહરણ, ફિલ્મી ઢબે કારમાં બેસાડીને લઈ ગયા

ચોંકાવનારું / સુરતમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારે જ કર્યું અપહરણ, ફિલ્મી ઢબે કારમાં બેસાડીને લઈ ગયા

Published By: Priykant Shrimali

Last Updated: 11:00 AM, 30 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Girl Kidnapping Case : પ્રેમલગ્ન કરનાર યુવતીને તેના જ પરિવારજનોએ કથિત રીતે અપહરણ કરી લઈ ગયા, આખો ઘટનાક્રમ ચોંકાવનારો, અહીં જાણો તમામ વિગતો

ADVERTISEMENT

Surat Girl Kidnapping Case : ડાયમંડ સિટી સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસ્તવમાં સુરત શહેરના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને તેના જ પરિવારજનોએ કથિત રીતે અપહરણ કરી લઈ જતાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાએ ફિલ્મી સ્ટોરી જેવી સ્થિતિ ઊભી કરી છે અને પોલીસ ફરિયાદ બાદ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આવો જાણીએ શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ એક યુવતી અને યુવકે થોડા સમય પહેલાં પરિવારની મરજી વિરુદ્ધ હિંદુ રીતિ-રિવાજ મુજબ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નથી નારાજ યુવતીના પરિવારજનોએ સંબંધોમાં સમાધાનનો દેખાવ કરીને દંપતીને વિશ્વાસમાં લીધા હતા. પરિવાર તરફથી માતાની માનતા પૂર્ણ કરવાની વાત કહી યુવતી, તેના પતિ અને સાસરિયાઓને ઘરે બોલાવવામાં આવ્યા હતા.

'માતાએ માનતા રાખી' જમાઈ-પરિવારને ફસાવ્યા

આ તરફ માતાની માનતાની વાત કરી નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ તમામ લોકો યુવતીના કાકાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ બીજી જગ્યાએ દીવાબત્તી કરવા જવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન પરત ફરતી વખતે અચાનક યુવતીને બળજબરીપૂર્વક લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવતીના પતિએ વિરોધ કરતા તેની સાથે ઝપાઝપી થઈ હતી અને તેને ધક્કો મારી દૂર કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ તરફ ફરિયાદ મુજબ ત્યારબાદ યુવતીને તેની ઇચ્છા વિરુદ્ધ લિફ્ટ મારફતે નીચે લઈ જઈ કારમાં બેસાડી અજાણ્યા સ્થળે લઈ જવામાં આવી હતી. એટલું જ નહીં યુવતીના કાકા, દાદા અને ફોઈએ યુવકના માતા-પિતાને ઘરમાં રોકી રાખી ધમકી આપી હોવાના પણ આક્ષેપો સામે આવ્યા છે. ઘટનાથી પરિવારજનોમાં ભારે ભય અને ગભરાટ ફેલાયો હતો.

આ પણ વાંચો : સાબરકાંઠા, દાહોદ-પંચમહાલમાં ભારે પવન સાથે વરસાદ, ચોમાસાની શરુઆતનો સંકેત

પોલીસ ફરિયાદ બાદ તપાસ શરૂ

આ ઘટના બાદ યુવક સીધો પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસના આધારે યુવતીના પિતા સહિત પરિવારના કુલ 6 સભ્યો અને અન્ય સંડોવાયેલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Love Marriage Dispute Singanpor Police Surat Girl Kidnapping Case

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ