ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાબરકાંઠા, દાહોદ-પંચમહાલમાં ભારે પવન સાથે વરસાદ, ચોમાસાની શરુઆતનો સંકેત

photo-story

6 ફોટો ગેલેરી

વરસાદ અપડેટ / સાબરકાંઠા, દાહોદ-પંચમહાલમાં ભારે પવન સાથે વરસાદ, ચોમાસાની શરુઆતનો સંકેત

Last Updated: 10:08 AM, 30 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Rain News : ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ચોમાસા પૂર્વે જ વાતાવરણ ખુશનુમા બન્યું, જાણો ક્યાં-ક્યાં પડ્યો વરસાદ ?

1/6

photoStories-logo

1. માવઠું કે ચોમાસું!

ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે. વિગતો મુજબ છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને વરસાદી માહોલ વચ્ચે રાહતનો અનુભવ થયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ચોમાસા પૂર્વે જ વાતાવરણ ખુશનુમા બન્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સાબરકાંઠામાં વહેલી સવારથી વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હિંમતનગર તાલુકાના કાકોલકંપા, પીપળીકંપા, બળવંતપુરા કંપા, હડિયોલ, મહેતાપુરા અને લાલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને લાંબા સમયથી ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. દાહોદમાં પણ વાદળછાયું વાતાવરણ

દાહોદ જિલ્લામાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું. દાહોદ, ઝાલોદ, લીમડી, ફતેપુરા અને સંજેલી સહિતના વિસ્તારોમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. દાહોદ અને સંજેલી પંથકમાં પવન સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઠંડા પવનોના કારણે લોકો ગરમીમાંથી આંશિક મુક્તિનો અનુભવ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ

પંચમહાલમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોરવા હડફના મોરા વિસ્તાર સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા ચોમાસા પૂર્વે જ વરસાદની શરૂઆતનો અહેસાસ થયો હતો. વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

અરવલ્લી જિલ્લામાં મોડાસા ગ્રામ્ય વિસ્તાર, શામળાજી, વાસેરાકંપા, ઇસરોલ, જીવણપુર તેમજ માલપુર પંથકમાં વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા તાપમાનમાં ઘટાડો થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી પ્રવૃત્તિ જોવા મળતા લોકોમાં પણ આગાહીને લઈને વિશ્વાસ વધ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મહીસાગરમાં વાતાવરણ બદલાયું

મહીસાગર જિલ્લામાં પણ અચાનક વાતાવરણ બદલાયું હતું. લુણાવાડા, વિરપુર અને ખાનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ગરમીમાં રાહત મળી હતી. જોકે, કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે, કારણ કે ખેતી સંબંધિત તૈયારીઓ પર તેની અસર પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain News Himmatnagar Rain Sabarkantha Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ