ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત, ધરપકડ પર રોક

સુરત / જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત, ધરપકડ પર રોક

Published By: Priykant Shrimali

Last Updated: 08:40 AM, 27 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gajera Brothers : જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારને ચાલી રહેલા ફોજદારી કેસમાં સર્વોચ્ચ અદાલત તરફથી મહત્વપૂર્ણ રાહત, અહીં જાણો તમામ માહિતી

ADVERTISEMENT

Gajera Brothers : સુરતના જાણીતા ગજેરા બંધુઓને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારે ચાલી રહેલા ફોજદારી કેસમાં સર્વોચ્ચ અદાલત તરફથી મહત્વપૂર્ણ રાહત મેળવી છે. સુપ્રીમ કોર્ટે ગજેરા બંધુઓને બે અઠવાડિયાનો સમય આપ્યો છે, જેથી તેઓ FIR રદ કરવાની અરજી કરી શકે. આ સમયગાળા દરમિયાન તેમની ધરપકડ પર રોક લગાવવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો ?

‘શાંતિ રેસિડેન્સી પ્રા. લિ.’ સાથે જોડાયેલા અશોક ગજેરા, વસંત ગજેરા, ચુની ગજેરા અને રાકેશ ગજેરા સામે છેતરપિંડી અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આક્ષેપો નોંધાયા હતા. ફરિયાદી તરફથી આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મોટી રકમની ગેરરીતિ થઈ છે. આ મામલે પહેલાં ગુજરાત હાઇકોર્ટની સિંગલ બેન્ચે પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે કરોડો રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગની કલમો હેઠળ FIR દાખલ કરી હતી.

આ પણ વાંચો : આજે બપોરે 1:30 વાગ્યે વિધાનસભાની બેઠક, પ્રાકૃતિક ખેતી પર વિશેષ પરિસંવાદ

સુપ્રીમ કોર્ટમાં પડકાર

હાઈકોર્ટના આદેશ બાદ ગજેરા બંધુઓએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. આરોપી પક્ષે દલીલ કરી કે નીચલી અદાલતે કેસના કેટલાક મહત્વના મુદ્દાઓ પર પૂરતું ધ્યાન આપ્યું નથી. સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારી અને કહ્યું કે, આરોપીઓ આગામી બે અઠવાડિયામાં હાઈકોર્ટમાં ‘ક્વોશિંગ પિટિશન’ (FIR રદ કરવાની અરજી) દાખલ કરી શકે છે. આ સમયગાળા દરમિયાન પોલીસ કડક કાર્યવાહી કે ધરપકડ નહીં કરી શકે. હવે ગજેરા બંધુઓ નિર્ધારિત સમયમર્યાદામાં હાઈકોર્ટમાં પોતાની અરજી કરશે. ત્યારબાદ હાઈકોર્ટમાં ફરી સુનાવણી થશે, જેમાં પોલીસ અને ફરિયાદી પક્ષ પોતપોતાની દલીલો રજૂ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat fraud case Supreme Court relief Gajera brothers case

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ