ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે બપોરે 1:30 વાગ્યે વિધાનસભાની બેઠક, પ્રાકૃતિક ખેતી પર વિશેષ પરિસંવાદ

ગાંધીનગર / આજે બપોરે 1:30 વાગ્યે વિધાનસભાની બેઠક, પ્રાકૃતિક ખેતી પર વિશેષ પરિસંવાદ

Published By: Priykant Shrimali

Last Updated: 07:19 AM, 27 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Assembly : આજના કાર્યક્રમ અનુસાર કૃષિ, સહકાર અને પશુપાલન વિભાગોના પ્રશ્નો પર ચર્ચા, પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ પરિસંવાદ પણ યોજાશે

ADVERTISEMENT

Gujarat Assembly : ગુજરાત વિધાનસભાની આજની બેઠક બપોરે 1:30 વાગ્યે શરૂ થવાની છે. બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે, જેમાં વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો અને ચર્ચા યોજાશે. આ સાથે આજે વિધાનસભા પરિસરમાં પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ પરિસંવાદ પણ યોજાશે.

પ્રશ્નોત્તરી કાળમાં વિવિધ વિભાગોના મુદ્દાઓ

આજના કાર્યક્રમ અનુસાર કૃષિ, સહકાર અને પશુપાલન વિભાગોના પ્રશ્નો પર ચર્ચા થશે. ઉપરાંત પ્રોટોકોલ, શ્રમ અને રોજગાર વિભાગ તેમજ ગ્રામ વિકાસ અને વન-પર્યાવરણ વિભાગના મુદ્દાઓ પર પણ સભામાં ચર્ચા થવાની છે. પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ અલગ-અલગ વિભાગોના અહેવાલ ગૃહ સમક્ષ મેજ પર મુકાશે. ત્યારબાદ અંદાજ પત્રક પર સામાન્ય ચર્ચા હાથ ધરાશે.

બિન સરકારી સંકલ્પો પર ચર્ચા

આજની બેઠકમાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ, ફતેસિંહ ચૌહાણ અને દિવ્યેશ અકબરી બિન સરકારી સંકલ્પો રજૂ કરશે. આ સંકલ્પો પર ગૃહમાં આશરે એક કલાક સુધી ચર્ચા થવાની છે.

આ પણ વાંચો : તલાટી કમ મંત્રીઓ માટે સૌથી મોટા સમાચાર, દ્વિતિય પગાર ધોરણમાં પરીક્ષાથી મુક્તિ

પ્રાકૃતિક ખેતી પર પરિસંવાદ

આજે વિધાનસભા પરિસરમાં પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ પરિસંવાદ પણ યોજાશે. આ કાર્યક્રમમાં આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ ધારાસભ્યો પણ હાજરી આપશે. કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ પ્રાકૃતિક ખેતી સંબંધિત સ્ટોલનું ઉદ્ઘાટન કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Natural farming seminar Gujarat Gujarat Assembly session Question Hour discussion

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ