ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તલાટી કમ મંત્રીઓ માટે સૌથી મોટા સમાચાર, દ્વિતિય પગાર ધોરણમાં પરીક્ષાથી મુક્તિ

મોટો નિર્ણય / તલાટી કમ મંત્રીઓ માટે સૌથી મોટા સમાચાર, દ્વિતિય પગાર ધોરણમાં પરીક્ષાથી મુક્તિ

Published By: Priykant Shrimali

Last Updated: 11:24 PM, 26 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Talati Cum Mantri : તલાટી કમ મંત્રીઓ માટે પંચાયત વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ કરવામાં આવ્યો, નાયબ ચીટનીસ તરીકેની ખાતાકીય પરીક્ષામાંથી આપી મુક્તિ

ADVERTISEMENT

Talati Cum Mantri : તલાટી કમ મંત્રીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્યના પંચાયત વિભાગ હેઠળ કાર્યરત તલાટી કમ મંત્રીઓ માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સત્તાવાર ઠરાવ મુજબ હવે તલાટી કમ મંત્રીઓને દ્વિતિય ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા માટે ખાતાકીય પરીક્ષા આપવાની જરૂર રહેશે નહીં.

ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ

આ ઠરાવ અનુસાર નાયબ ચીટનીસ તરીકે લેવામાં આવતી ખાતાકીય પરીક્ષામાંથી તલાટી કમ મંત્રીઓને મુક્તિ આપવામાં આવી છે. અગાઉ આ પરીક્ષા પાસ કરવી જરૂરી હતી, પરંતુ હવે દ્વિતિય પગાર ધોરણ માટે તે શરત હટાવવામાં આવી છે. આ નિર્ણયથી અનેક કર્મચારીઓને રાહત મળશે અને તેમની સેવા પ્રગતિ વધુ સરળ બનશે.

આ પણ વાંચો : યુવાનો માટે ખુશખબર : ગુજરાત સરકારે કર્યું શિક્ષકોની ભરતીનું એલાન, અહીં જાણો તમામ ડિટેલ્સ

બઢતી માટે પરીક્ષા જરૂરી રહેશે

જો કે, તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે બઢતી મેળવવા માટે ખાતાકીય પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. એટલે કે ઉચ્ચ હોદ્દા માટેની લાયકાતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પંચાયત હસ્તક આવતા તલાટી કમ મંત્રીઓ લાંબા સમયથી આ મુદ્દે રજૂઆતો કરી રહ્યા હતા. હવે સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં સંતોષ જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Panchayat resolution Second higher pay scale exemption Talati cum Mantri decision

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ