ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / સાક્ષરતા દર વધારવા રાજ્ય સરકારની પહેલ, શાળાઓમાં 100% પ્રવેશનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા DEOને આદેશ

કવાયત / સાક્ષરતા દર વધારવા રાજ્ય સરકારની પહેલ, શાળાઓમાં 100% પ્રવેશનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા DEOને આદેશ

Published By: Priykant Shrimali

Last Updated: 11:15 AM, 2 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Education For All : અહેવાલો મુજબ આ અભિયાન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEO)ને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે કે, રાજ્યના દરેક બાળક સુધી પહોંચીને તેમની શૈક્ષણિક સ્થિતિનો સર્વે કરવામાં આવે

ADVERTISEMENT

Education For All : શાળાઓમાં 100% પ્રવેશનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા હવે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. વાસ્તવમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સાક્ષરતા દર વધારવા માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે વધુમાં વધુ બાળકો જોડાય તે માટે રાજ્ય સરકારે હવે શાળામાં 100 ટકા પ્રવેશનો લક્ષ્યાંક નક્કી કર્યો છે અને તે હાંસલ કરવા માટે જિલ્લા સ્તરે તંત્રને સક્રિય બનાવવામાં આવ્યું છે.

અહેવાલો મુજબ આ અભિયાન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEO)ને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે કે, રાજ્યના દરેક બાળક સુધી પહોંચીને તેમની શૈક્ષણિક સ્થિતિનો સર્વે કરવામાં આવે. ખાસ કરીને એવા બાળકોને શોધવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમણે ક્યારેય શાળાનો દ્વાર જોયો નથી અથવા કોઈ કારણસર શિક્ષણથી વંચિત રહ્યા છે.

સરકારની નવી માર્ગદર્શિકા મુજબ હવે બાળકોને તેમની શૈક્ષણિક ક્ષમતા પ્રમાણે નહીં પરંતુ તેમની ઉંમર અનુસાર શાળામાં પ્રવેશ આપવામાં આવી શકે છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે મોટા વયના બાળકો પણ તેમના સમવયસ્કો સાથે શિક્ષણ મેળવી શકે અને શૈક્ષણિક પ્રવાહમાં જોડાઈ શકે. આ યોજના હેઠળ આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 9 સુધીના સ્તરે પણ ઉંમર આધારિત પ્રવેશને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટે આરોપી આસારામના વધુ જામીન મંજૂર કર્યા, જાણો શું છે કારણ ?

આ સાથે રાજ્ય સરકારે બાળકોની જન્મ સંબંધિત માહિતી એકત્રિત કરવા માટે વિશેષ સર્વે હાથ ધરવાનો નિર્ણય લીધો છે. આ સર્વે દ્વારા બાળકોની ચોક્કસ ઉંમર અને તેમની શૈક્ષણિક સ્થિતિ વિશે માહિતી મેળવી શકાશે, જે આગળની યોજના માટે ઉપયોગી બનશે. સરકારે આ કામગીરીને સમયબદ્ધ બનાવી છે અને 15 મે સુધીમાં સમગ્ર સર્વે પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે. આ પગલાં દ્વારા સરકારનો પ્રયાસ છે કે રાજ્યમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને સાક્ષરતા દરમાં નોંધપાત્ર વધારો થાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat literacy mission age based admission school enrollment drive

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ