ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM મોદીએ સોમનાથમાં કર્યો ભવ્ય રોડ શો, રાતે 8 વાગ્યે મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં લેશે ભાગ
Last Updated: 06:47 PM, 10 January 2026
ADVERTISEMENT
PM Modi In Somnath : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે અને આ પ્રવાસના ભાગરૂપે તેઓ આજે હેલીકોપ્ટર મારફતે રાજકોટથી સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ હેલિપેડ પર ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ સોમનાથના VVIP ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે.
ADVERTISEMENT
સોમનાથમાં PM મોદીનો ભવ્ય રોડ શો#PMModi #Somnath #SomnathTemple #RoadShow #SwabhimanParv#OmkarMantra #Gujarat #IndianPolitics #SpiritualIndia#ModiInGujarat #TempleVisit #vtvdigital pic.twitter.com/7JayburXpK
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 10, 2026
સોમનાથમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી ટૂંક સમયમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરશે. આજે સાંજે 8 વાગ્યે તેઓ મંદિર પરિસરમાં આયોજિત ઓમકાર મંત્રજાપમાં સહભાગી બનશે. આ સાથે રાત્રે યોજાનાર ભવ્ય ડ્રોન-શૉ પણ પ્રધાનમંત્રી નિહાળશે, જે શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીનું અનોખું સંયોજન રજૂ કરશે.
ADVERTISEMENT

સોમનાથમાં પ્રધાનમંત્રી માટે ભવ્ય રોડ શૉનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનસમૂહે ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું. સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા પણ પ્રધાનમંત્રી મોદી કરશે, જેમાં મંદિરના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે. આવતીકાલે વહેલી સવારે પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તેઓ 108 ઘોડેસવાર સાથે આયોજિત ઐતિહાસિક ‘શૌર્યયાત્રા’નું નેતૃત્વ કરશે. ઇતિહાસમાં પ્રથમવાર 108 ઘોડાઓ સાથે નીકળતી આ યાત્રા ‘સ્વાભિમાન પર્વ’ની ઉજવણીનો મહત્વનો ભાગ છે અને તે સોમનાથના વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર, આ વેબસાઈટ પર જવું
‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’
ADVERTISEMENT
નોંધનીય છે કે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’ આ વર્ષે ખાસ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ગઝનવીના આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવા અને મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને 75 વર્ષ થવાના સંયોગે આ ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીના સ્વાગત માટે આહીર સમાજ દ્વારા ઐતિહાસિક ‘મહારાસ’ની વિશેષ રજૂઆત કરવામાં આવશે. નાની બાળાઓથી લઈને વયોવૃદ્ધ બહેનો સુધીની 100 આહીર રાણીઓ પરંપરાગત વેશભૂષા અને લોકસંગીતના તાલે સંસ્કૃતિ અને સ્વાભિમાનનું ગૌરવ રજૂ કરશે. હાલ સોમનાથ મંદિર પરિસરમાં મહારાસના અંતિમ રિહર્સલ સાથે ભક્તિ, શક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT