બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર, આ વેબસાઈટ પર જવું

મોટા સમાચાર / PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર, આ વેબસાઈટ પર જવું

Priykant Shrimali

Last Updated: 05:17 PM, 10 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PSI LRD Recruitment Call Letter : PSI–LRD શારીરિક કસોટી માટે કોલ લેટર તારીખ જાહેર, ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

PSI LRD Recruitment Call Letter : ગુજરાત પોલીસ ભરતીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) માટેની શારીરિક કસોટી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ રાજ્યભરમાં કુલ 13,591 વર્ગ-3ની જગ્યાઓ માટે પસંદગી કરવામાં આવશે.

શારીરિક કસોટી ક્યારે શરૂ થશે?

GPRB દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ PSI અને LRDની શારીરિક કસોટી 21 જાન્યુઆરી 2026થી શરૂ થશે.

કોલ લેટર ક્યારે અને ક્યાંથી ડાઉનલોડ કરી શકશો ?

શારીરિક કસોટીમાં હાજર રહેવા માટે ઉમેદવારોને કોલ લેટર ફરજિયાત રહેશે. ઉમેદવારો પોતાનું કોલ લેટર 12 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2:00 વાગ્યા બાદ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે.

કેટલી જગ્યાઓ માટે ભરતી?

આ ભરતી પ્રક્રિયા દ્વારા PSI અને લોકરક્ષક દળ (કોન્સ્ટેબલ) સહિત કુલ આશરે 13,591 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે લાખો ઉમેદવારોએ અરજી કરી હોવાનું સામે આવ્યું છે.

શારીરિક કસોટી માટે જરૂરી બાબતો

  • કોલ લેટરની પ્રિન્ટ કૉપી સાથે લાવવી
  • ઓરિજિનલ ઓળખપત્ર (આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર વગેરે)
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
  • સમયસર પરીક્ષા સ્થળે પહોંચવું

કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરશો?

  • સૌપ્રથમ ojas.gujarat.gov.in વેબસાઇટ ખોલો
  • “Call Letter” વિભાગમાં જાઓ
  • PSI/LRD Call Letter લિંક પર ક્લિક કરો
  • Confirmation Number અને જન્મ તારીખ દાખલ કરો
  • “Print Call Letter” પર ક્લિક કરીને કોલ લેટર ડાઉનલોડ કરો

આ પણ વાંચો : ઉત્તરાયણ પર કેવો રહેશે પવન? લઈ શકાશે પતંગ ચગાવાની મજા? અંબાલાલ પટેલની આગાહી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટી સંપૂર્ણ પારદર્શક રીતે લેવામાં આવશે. દોડ દરમિયાન RFID ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમયની ચોક્કસ નોંધ રાખવામાં આવશે. ઉપરાંત મેદાન પર CCTV કેમેરા અને કડક દેખરેખ હેઠળ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PSI LRD Physical Test PSI Call Letter Download Gujarat Police Recruitment 2026
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ