ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉત્તરાયણ પર કેવો રહેશે પવન? લઈ શકાશે પતંગ ચગાવાની મજા? અંબાલાલ પટેલની આગાહી

VIDEO / ઉત્તરાયણ પર કેવો રહેશે પવન? લઈ શકાશે પતંગ ચગાવાની મજા? અંબાલાલ પટેલની આગાહી

Published By: Priykant Shrimali

Last Updated: 05:08 PM, 10 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast on Uttarayan : ઉત્તરાયણમાં પતંગપ્રેમીઓ માટે ખુશખબર, પવન આપશે સાથ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણને લઈ કરી મોટી આગાહી

ADVERTISEMENT

Ambalal Patel Forecast on Uttarayan : દરેક ગુજરાતી જે પર્વની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે તે ઉત્તરાયણ પર્વને લઈ હવે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં પતંગ ચગાવાની મજા આખું વર્ષ યાદ રહે છે અને સૌથી મહત્વની બાબત હોય છે પવન. આ વર્ષે પતંગ રસીકો માટે સારા સમાચાર છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણ દરમિયાન પવન અનુકૂળ રહેશે તેવી આગાહી કરી છે.

જાણો અંબાલાલ પટેલે શું આગાહી કરી ?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઉત્તરાયણના દિવસે સવારના સમયે પવન થોડો ધીમો રહી શકે છે, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધશે તેમ પવનની ગતિમાં વધારો થશે. ખાસ કરીને બપોર પછી પતંગ ચગાવા માટે પવન એકદમ યોગ્ય બનશે, જેથી પતંગપ્રેમીઓ આખો દિવસ આનંદ લઈ શકશે.

આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, માત્ર ઉત્તરાયણ જ નહીં પરંતુ વાસી ઉત્તરાયણ એટલે કે 15 જાન્યુઆરીના દિવસે પણ પવન સારો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે બે દિવસ સુધી પતંગરસિકોને મજા મળશે.

આ પણ વાંચો : 'માયાભાઈ-જયરાજ આહીર અને યોગેશ સાગરની તપાસ કરો' નવનીત બાલધિયાની માગ

આ તરફ હવે જો આપણે હવામાનની વાત કરીએ તો ઉત્તર ગુજરાત સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં ઠંડી યથાવત રહેશે. જો કે 18 થી 22 જાન્યુઆરી દરમિયાન હવામાનમાં થોડો ફેરફાર આવી શકે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. બાદમાં વાદળો દૂર થતાં ફરીથી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel forecast Uttarayan Festival Makar Sankranti

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ