ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:51 AM, 3 June 2026
ADVERTISEMENT
ગુજરાતમાં આગામી શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને શાળા પ્રવેશોત્સવને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, શાળા પ્રવેશોત્સવની રૂપરેખામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. કાર્યક્રમ નિયત સમય અને અગાઉ નક્કી કરાયેલી રૂપરેખા પ્રમાણે જ સમગ્ર રાજ્યમાં યોજાશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ આયોજન અંતર્ગત વિવિધ પદાધિકારીઓ દ્વારા શાળાઓની મુલાકાત લેવામાં આવશે. સરકારના નિર્દેશ મુજબ પદાધિકારીઓ એક પ્રાથમિક શાળા તેમજ બે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓના પ્રવેશ, શૈક્ષણિક સુવિધાઓ તેમજ શિક્ષણની ગુણવત્તા અંગેની વિગતોની સમીક્ષા કરવામાં આવશે.
ADVERTISEMENT
આ વર્ષે શાળા પ્રવેશોત્સવ દરમિયાન ખાસ કરીને ગત વર્ષે ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓના પુનઃપ્રવેશ પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકાર દ્વારા સંબંધિત અધિકારીઓને આવા વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણ સાથે જોડવા માટે જરૂરી કામગીરી હાથ ધરવાના આદેશ આપવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત વર્ષે ડ્રોપઆઉટ થયેલા અંદાજે 6.41 લાખ વિદ્યાર્થીઓના પ્રવેશની કામગીરી હાથ ધરવામાં આવશે.

ADVERTISEMENT
માત્ર પ્રવેશ આપવો જ નહીં પરંતુ પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થીની વિસ્તૃત માહિતી પણ સરકારને સોંપવાની રહેશે. આ માહિતીના આધારે રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની સ્થિતિનું મૂલ્યાંકન કરી શકશે અને ભવિષ્યમાં વધુ અસરકારક યોજનાઓ બનાવી શકશે.
ADVERTISEMENT
નોંધનીય છે કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવના સ્વરૂપમાં ફેરફાર કરવાની તેમજ કાર્યક્રમને વધુ સાદગીપૂર્વક ઉજવવાની માંગ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી હતી. જોકે સરકાર દ્વારા હાલની રૂપરેખા જ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
રાજ્ય સરકારના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે વધુમાં વધુ બાળકોને શિક્ષણ સાથે જોડવા અને ડ્રોપઆઉટ દર ઘટાડવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવ દ્વારા નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે તેમજ શિક્ષણથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને ફરી એકવાર શિક્ષણની મુખ્ય ધારામાં જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો