ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મહિલા લેડી PSIએ પ્રજ્ઞાચક્ષુ વેપારીને પહેલાં માર માર્યો પછી માફી માંગવા ઘેર ગયા, મીડિયાને જોતા ભાગ્યા
Last Updated: 11:33 PM, 2 June 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે પોલીસ દ્વારા મારપીટ કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં ચાંગોદર પોલીસ સ્ટેશનના PSI સોનલ રાઠોડ પર ગોપાલ દરજી નામના પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને દંડાથી માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, ગોપાલ દરજી પોતાની દુકાન પર હાજર હતા ત્યારે કેટલાક યુવકો દુકાન નજીક પડીકા તોડી રહ્યા હતા. આ દરમિયાન ગોપાલભાઈનો હાથ ભૂલથી એક યુવકને અડી ગયો હોવાનું જણાવવામાં આવે છે. ઘટનાને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી.
PSI સોનલ રાઠોડે ગોપાલ દરજીને દંડાથી માર માર્યોઃ આક્ષેપ
ADVERTISEMENT
આક્ષેપ છે કે ત્યારબાદ PSI સોનલ રાઠોડે ગોપાલ દરજીને દંડાથી માર માર્યો હતો. વધુમાં, યુનિવર્સિટી પોલીસને બોલાવી ગોપાલ દરજીને પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સ્થાનિકોએ શું કહ્યું
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જે યુવકને હાથ અડ્યો હતો તેને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી. તેમ છતાં ગોપાલ દરજી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
PSI સોનલ રાઠોડ ગોપાલ દરજી પાસે માફી માગવા પહોંચ્યા
ADVERTISEMENT
ઘટના બાદ PSI સોનલ રાઠોડ ગોપાલ દરજી પાસે માફી માગવા પહોંચ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે, મીડિયા પ્રતિનિધિઓને જોઈ તેઓ ત્યાંથી નીકળી ગયા હોવાનું જણાવવામાં આવે છે. આ અંગે પૂછવામાં આવતા PSIએ જણાવ્યું હતું કે, "ગોપાલભાઈ મારા ઓળખિતા છે, તેથી હું તેમને મળવા આવ્યો હતો."
આ પણ વાંચોઃ ડાકોરના પવિત્ર ગોમતી ઘાટ પર તાંત્રિક વિધિ કરાઈ, વીડિયો વાયરલ થતા ભક્તોમાં વ્યાપ્યો રોષ
ADVERTISEMENT
સ્થાનિકોમાં રોષ
આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.પોલીસ વિભાગ તરફથી આ મામલે સત્તાવાર નિવેદન કે તપાસ અંગેની વિગત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.