બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં મેઘરાજાનો રૌદ્ર રૂપ! 12 વાગ્યા સુધી 115 તાલુકામાં વરસાદ, નવસારી-સુરત-નર્મદામાં સ્થિતિ ગંભીર

photo-story

9 ફોટો ગેલેરી

મેઘતાંડવ / ગુજરાતમાં મેઘરાજાનો રૌદ્ર રૂપ! 12 વાગ્યા સુધી 115 તાલુકામાં વરસાદ, નવસારી-સુરત-નર્મદામાં સ્થિતિ ગંભીર

Last Updated: 02:20 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

1/9

photoStories-logo

1. અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

રાજ્યમાં વરસાદે જોરદાર બેટિંગ કરતાં અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 'રેડ એલર્ટ'ની આગાહી વચ્ચે આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ સુરત જિલ્લાના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 9 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ વરસતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. માત્ર 15 મિનિટના વરસાદમાં જ અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઈ

નવસારી જિલ્લામાં માત્ર 15 મિનિટના વરસાદમાં જ અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. ભારે વરસાદ વચ્ચે દુઃખદ ઘટના પણ બની હતી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક પસાર થઈ રહેલો એક ટેમ્પો અકસ્માતે વીજળીના તાર સાથે અડી જતાં ટેમ્પોમાં બેઠેલા મજૂરોને કરંટ લાગ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ગંભીર રીતે ઘવાયેલા બે મજૂરોને સારવાર માટે ખારેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે વધુ એક ગંભીર ઇજાગ્રસ્તને સુરત રિફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ગણદેવી પોલીસનો કાફલો સ્થળે પહોંચ્યો હતો. દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિત સ્થાનિક આગેવાનો પણ ગણદેવા ગામ જવા રવાના થયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. ભારે વરસાદને કારણે ભેદવાડ ખાડી ઓવરફ્લો

સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે બચાવ કામગીરી હાથ ધરવી પડી હતી. નસવાડી ખાતે અશ્વિન નદીમાં ફસાયેલા એક યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત તિલકવાડામાં પૂરના પાણી વચ્ચે ઝાડ પર ફસાયેલા અન્ય એક યુવકને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

વડોદરા અને ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વાહનવ્યવહાર પર અસર જોવા મળી રહી છે. બીજી તરફ અમદાવાદમાં રેડ એલર્ટ હોવા છતાં શહેરમાં તડકો જોવા મળ્યો હતો, જોકે હવામાન વિભાગે આગામી કલાકોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી

હવામાન વિભાગના નાઉકાસ્ટ અનુસાર બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, આણંદ, ખેડા, ભરૂચ, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને મળીને કુલ 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર સહિત 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હાલમાં સક્રિય રહેલું ડીપ ડિપ્રેશન નબળું પડી ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં તે વેલમાર્ક લો-પ્રેશર વિસ્તારમાં પરિવર્તિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. વરસાદને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર

હાલ રાજ્યમાં ડિપ્રેશન, ઓફ શોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન અને મોન્સૂન ટ્રફ સહિત કુલ પાંચ અલગ-અલગ હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદનું જોર વધુ વધી શકે છે. આજે ખાસ કરીને નર્મદા અને સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં અત્યંત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. માત્ર ચાર કલાકમાં 6 ઇંચ વરસાદ

આણંદ જિલ્લાના ખંભાતમાં માત્ર ચાર કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાતા શહેરના જહાંગીરપુર, નગીનાવાડી, સાલવા, ગફુરબસ્તી અને માછીપુરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે પાલિકા દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે દર ચોમાસે આવી જ સ્થિતિ સર્જાય છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વધુ વરસાદની આગાહીને પગલે લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની અપીલ કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. રેલવે ગરનાળામાં પાણીનો પ્રવાહ

આણંદ શહેરમાં પણ અતિભારે વરસાદ વચ્ચે રાહતલાવ વિસ્તારમાં આવેલા રેલવે ગરનાળામાં પાણીનો પ્રવાહ અત્યંત તેજ બન્યો હતો. આ દરમિયાન એક યુવક બાઇક સાથે ગરનાળામાંથી પસાર થવાનો પ્રયાસ કરતાં પાણીના જોરદાર વહેણમાં તણાવા લાગ્યો હતો. જોકે, સ્થળ પર હાજર સ્થાનિક લોકો અને JCB ચાલકે સમયસૂચકતા દાખવી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. યુવક અને તેની બાઇકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર સતત એલર્ટ પર છે. નાગરિકોને નદી, ગરનાળા અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Red Alert Gujarat Rain Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ