ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'રાજકીય માણસોને સમાજના...', ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્રનું નિવેદન ચર્ચામાં
ADVERTISEMENT
Gujarat News: દેશની અખંડ એકતાના પ્રતીક તેમજ જેમને લોંખડી પુરુષનું બિરુદ મળ્યું છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અનુલક્ષીને કર્મભૂમિ બારડોલીથી લઈ ધર્મસ્થાન સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે (17 સપ્ટેમ્બર 2025) આ યાત્રા રાજકોટ પહોંચી હતી, જ્યાં નરેશ પટેલના દીકરાએ એવું નિવેદન આપ્યું કે ચર્ચાનો વિષય બન્યું છે.
ADVERTISEMENT
રાજકોટમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
રાજકોટમાં સરદાર સન્માન યાત્રા બુધવારે સાંજના સમયે પહોંચી હતી. ગ્રીનલેન્ડ ચોકડીથી શરુ થઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરીને બહુમાળી ભવન ખાતે પહોંચી હતી. જ્યાં આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ભાજપના સાંસદ અને ધારાસભ્યો તેમજ પાટીદાર સમાજના આગેવાનો અને નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
શિવરાજ પટેલે રાજકીય નેતાઓને લઈને આપ્યું નિવેદન
આ દરમિયાન ખોડલધાન ચેરમેન નરેશ પટેલના દીકરા શિવરાજ પટેલને આ યાત્રામાં રાજકીય માણસો જોડાયા છે તેવો સવાલ પુછતા તેમણે મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે ચર્ચાનો વિષય બન્યો છે. શિવરાજ પટેલે સમાજના કાર્યક્રમમાં રાજકીય નેતાઓને લઈને વાત કરી હતી, જેને લઈને અનેક તર્ક વિતર્ક શરુ થયા છે.
ADVERTISEMENT

શિવરાજ પટેલે શું કહ્યું?
ADVERTISEMENT
શિવરાજ પટેલે મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું કે, 'આજે સરદાર સન્માન યાત્રા રાજકોટ પહોંચી છે તેને અમે આવકારીએ છીએ. આખો સમાજ સરદાર પટેલના આદર્શો પ્રમાણે ચાલે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. રાજકીય માણસોનો પોતપોતાનો ઇન્ટરેસ્ટ હોય છે. તેઓ પોતાની રીતે સપોર્ટ લેતા હોય છે. રાજકીય રીતે કોઈ ઇન્વોલ્વ થતું હોય તો તેનો અર્થ છે. તેને અને સમાજને આપણે ભેગા ન કરીએ તો સારી વસ્તુ છે.'
'રાજકીય નેતાઓને સમાજના કાર્યક્રમમાં પોતાના હિત માટે ન જોડાય', નરેશ પટેલના દીકરા શિવરાજ પટેલનું મોટું નિવેદન | VTV Digital #ShivrajPatel #NareshPatel #PatidarCommunity #vtvdigital pic.twitter.com/1z85abTL3V
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 18, 2025
ADVERTISEMENT
વધુ વાંચો : કિંજલ દવે માટે ફરી માઠા સમાચાર, હાઈકોર્ટનો 7 ડિસેમ્બર સુધી ઓર્ડર પર સ્ટે
શિવરાજનો ઈશારો શું?
ADVERTISEMENT
નોંધનીય છે કે, સરદાર સન્માન યાત્રા 2025 નામની આ યાત્રાનો પ્રારંભ 11 સપ્ટેમ્બર, 2025ના રોજ બારડોલીના સ્વરાજ આશ્રમથી કરવામાં આવી છે જે ગુજરાતમાં 12 દિવસમાં 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામોમાં ફરીને 22 સપ્ટેમ્બરના રોજ સોમનાથ પહોંચશે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT