ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોરબંદરમાં કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 3ના મોત, બારડોલીમાં 5ના જીવ ગયા

ગુજરાત / પોરબંદરમાં કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 3ના મોત, બારડોલીમાં 5ના જીવ ગયા

Published By: Nidhi Panchal

Last Updated: 06:19 PM, 2 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક પળમાં હસતો-રમતો પરિવાર કાળના ગાળામાં સમાઈ ગયો. પોરબંદર નજીક ગોરસર ટોલનાકા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે માત્ર ત્રણ જિંદગીઓ છીનવી લીધી નથી, પરંતુ એક આખા પરિવારના સપનાઓને પણ હંમેશા માટે અધૂરા કરી દીધા છે

ADVERTISEMENT

પોરબંદર નજીક આવેલા ગોરસર ટોલનાકા પાસે આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મૃતકોમાં દંપતી સાથે તેમનો ત્રણ વર્ષનો માસૂમ પુત્ર પણ સામેલ હોવાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

accident-final

પ્રાપ્ત માહિતી મુજબ

પ્રાપ્ત માહિતી મુજબ આજે વહેલી સવારે એક પરિવાર બાઈક પર સવાર થઈને ગોરસર ટોલનાકા પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કરનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓ રસ્તા પર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

જીવ ગુમાવનારાઓમાં

આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં 34 વર્ષીય નઝીર જુમા સાટી, તેમની 30 વર્ષીય પત્ની રોઝીનાબેન નઝીર સાટી અને તેમના ત્રણ વર્ષના માસૂમ પુત્ર શાહનવાઝ નઝીર સાટીનો સમાવેશ થાય છે. પરિવારના ત્રણેય સભ્યો એક જ બાઈક પર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ કાળમુખી અકસ્માત સર્જાયો હતો. એક સાથે દંપતી અને માસૂમ બાળકના મોતના સમાચાર મળતા પરિવારજનો અને સગાસંબંધીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

લોકો તરત જ મદદ માટે ઘટનાસ્થળે

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો તરત જ મદદ માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો પણ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને જરૂરી તપાસ શરૂ કરી હતી અને અકસ્માત અંગેની વિગતો એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Surat news

ત્રણેય મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ

પોલીસે ત્રણેય મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે માધવપુર CSC હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. સાથે જ અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કાર ચાલકની શું ભૂમિકા હતી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કારની અતિઝડપ અકસ્માતનું કારણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સત્તાવાર કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.હાલ પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જ્યા બાદ નાસી છૂટેલા કાર ચાલકની સઘન શોધખોળ શરૂ કરી છે. આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે આરોપી સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : બારડોલીમાં પલટેલા ટેન્કરને બચાવવા જતા 2 બસ વચ્ચે ટક્કર, 5થી વધુના મોત, એક બસમાં આગ લાગી

સુરત જિલ્લાના બારડોલી

બીજી તરફ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કરને બચાવવા જતા બસ પલ્ટી ખાઈ જવા પામી હતી. અકસ્માતમાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત થયાં હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે, જ્યારે અનેક મુસાફરો ઇજાગ્રસ્ત બન્યાં છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકોની ઓળખ અને ઇજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gorsar Toll Plaza Road Gujarat Porbandar

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ