બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ગાંધીનગરમાં ભાજપ કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક, સ્થાનિક ચૂંટણીઓ પર રહેશે ફોકસ
Last Updated: 12:44 PM, 25 March 2026
Gujarat Politics : સ્થાનિક ચૂંટણીઓ પહેલા ગુજરાતની રાજનીતિને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગાંધીનગરમાં ભાજપની કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. આ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાશે. કોર કમિટીની રચના બાદ આ પ્રથમ બેઠક હોવાથી તેને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ગાંધીનગરમાં યોજાનાર આ બેઠકમાં રાજ્યના મહત્વના નેતાઓ હાજર રહેશે, જેમાં ઉપમુખમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના સભ્યો સામેલ રહેશે. આ બેઠકમાં ખાસ કરીને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના પર ચર્ચા થવાની સંભાવના છે. પાર્ટી સંગઠન મજબૂત બનાવવું, ઉમેદવારોની પસંદગી અને ચૂંટણી માટેની તૈયારી જેવા મુદ્દાઓ પર વિચારવિમર્શ થઈ શકે છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : જિલ્લા ગ્રાન્ટ મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે બાકી રકમ પરત નહીં કરવી પડે
રાજકીય દૃષ્ટિએ આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે સ્થાનિક સ્તરની ચૂંટણીઓ રાજ્યની રાજકીય દિશા નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ બેઠકના નિર્ણયો આગામી સમયમાં ભાજપની ચૂંટણી રણનીતિ પર સીધી અસર કરી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.