બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જિલ્લા ગ્રાન્ટ મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે બાકી રકમ પરત નહીં કરવી પડે

ગાંધીનગર / જિલ્લા ગ્રાન્ટ મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે બાકી રકમ પરત નહીં કરવી પડે

Priykant Shrimali

Last Updated: 12:36 PM, 25 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Government on District Grant : આ નિર્ણય સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મારફતે અમલમાં આવ્યો છે. તેમાં ATVT, ધારાસભ્ય ગ્રાન્ટ અને વિકાસશીલ યોજનાઓ જેવી વિવિધ ગ્રાન્ટનો સમાવેશ થાય છે

Government on District Grant : રાજ્ય સરકારે જિલ્લા કક્ષાએ મળતી વિવિધ ગ્રાન્ટને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેનાથી વિકાસ કામોમાં ઝડપ આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા નિર્ણય મુજબ, હવે વર્ષના અંતે જિલ્લા સ્તરે બાકી રહેતી ગ્રાન્ટ સરકારને પરત કરવાની ફરજ રહેશે નહીં. આ પહેલા જે રકમ ખર્ચાઈ ન હોય તે પરત કરવી પડતી હતી, પરંતુ હવે તે જ રકમનો ઉપયોગ બાકી રહેલા કામો પૂર્ણ કરવા માટે કરી શકાશે.

આ માટે સરકાર દ્વારા નવો પ્રબંધ કરવામાં આવ્યો છે, જેમાં બાકી રહેલી ગ્રાન્ટને DDO PLA એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. ત્યારબાદ આ રકમનો ઉપયોગ આગળના સમયમાં અધૂરા કામોને પૂર્ણ કરવા માટે થઈ શકશે. આ નિર્ણય સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મારફતે અમલમાં આવ્યો છે. તેમાં ATVT, ધારાસભ્ય ગ્રાન્ટ અને વિકાસશીલ યોજનાઓ જેવી વિવિધ ગ્રાન્ટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : સાડા સાત કલાક સુધી ચર્ચા બાદ ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર

આ પગલાથી જિલ્લાઓમાં વિકાસ કાર્યમાં આવતી અડચણો ઘટશે અને સમયસર પ્રોજેક્ટ પૂર્ણ થઈ શકશે. સાથે સાથે, ફાળવેલી રકમનો વધુ અસરકારક ઉપયોગ પણ શક્ય બનશે. સરકારના આ નિર્ણયને સ્થાનિક સ્તરે વિકાસને ગતિ આપનાર અને પ્રણાલી વધુ લવચીક બનાવનાર પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DDO PLA account government circular district grant policy Gujarat
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ