બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat police in action on Shravania gambling: Former Municipal Corporation President Pradeep Padwani was caught gambling

કાર્યવાહી / શ્રાવણીયા જુગારને લઈ ગુજરાત પોલીસ એક્શનમાં: મહીસાગરમાં 34, ખેડામાં 15 તો અમદાવાદમાં 10થી વધુ લોકોને દબોચ્યા, નેતાજી પણ બાકાત નહીં

Dinesh

Last Updated: 05:13 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ, બનાસકાંઠા, મહીસાગર અને ખેડામાંથી પોલીસે જુગારધામ ઝડપ્યું છે, બનાસકાંઠાના ગોપાલપુરા ગામે 36 લાખના મુદ્દામાલ સાથે 21 જુગારીઓની ધરપકડ

  • અમદાવાદ ક્રાઈમબ્રાંચે 10 જુગારીની કરી ધરપકડ 
  • બનાસકાંઠામાં 36 લાખના મુદ્દામાલ સાથે 21 જુગારી ઝડપાયા
  • શહેરા પાલિકાના પૂર્વ પ્રમુખ જુગાર રમતા ઝડપાયા


રાજ્યમાં શ્રાવણીયા જુગારને લઈ પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે. અમદાવાદ, બનાસકાંઠા, મહીસાગર અને ખેડામાંથી કેટલાક જુગારબાજીઓને પોલીસે દબોચ્યા છે. અમદાવાદ શહેરમાં શ્રાવણિયો જુગાર રમતાં લોકોને પકડવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ત્યારે PCBએ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ન્યુયોર્ક ટાવરમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપ્યું છે. જેમાં સાણંદ APMCના ચેરમેન ખેંગાર સોલંકી જુગાર રમતા ઝડપાયા છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી અમદાવાદ, પાટણ, મહેસાણા, ઉંઝા અને રાજસ્થાનના જુગારીઓને ઝડપ્યા હતા. પોલીસે રોકડ રકમ 6 લાખ 70 હજાર, મોબાઈલ, પૈસા ગણવાનું મશીન, CCTV કેમેરાના DVRના ઉપકરણો, જુગારીઓના વાહનો મળીને કુલ 46 લાખ 35 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 

અમદાવાદ ક્રાઈમબ્રાંચે 10 જુગારીની ધરપકડ કરી
બીજી તરફ વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઈમબ્રાંચે 10 જુગારીની ધરપકડ કરી છે. મેમનગરના આશ્રય અપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. જ્યાં કોઈનથી જુગાર રમાડવામાં આવતો હતો. આકાશ દેસાઈ અને ગોકળ દેસાઈ જુગારધામ ચલાવતા હોવાનો ખુલાસો થયો છે. રૂપિયા 25 હજારના કોઈન આપી જુગાર રમાડવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઈમબ્રાંચે મોબાઈલ અને રોકડ સહિત રૂ. 3.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો 

બનાસકાંઠામાં જુગારધામ ઝડપાયું 
બનાસકાંઠાના ગોપાલપુરા ગામે 36 લાખના મુદ્દામાલ સાથે 21 જુગારીઓની ધરપકડ કરાઈ છે. ઊંઝા, મહેસાણા અને વિસનગરના શખ્સો જુગાર રમવા આવતા હતા. પાલનપુર તાલુકા પોલીસે બાતમીને આધારે દરોડા પાડ્યા હતા. જેમાં સમગ્ર જુગારધામનો પર્દાફાશ થયો છે. 

ખેડામાં 15 જુગારી ઝડપાયા
ખેડાના ચકલાસીમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર SMCએ દરોડા પાડીને 15થી વધુ જુગારીઓને ઝડપ્યા છે. ખેડા અને આણંદ જિલ્લાના નામી જુગારી લાખોના મુદ્દામાલ ઝડપાયા હોવાની વિગતો છે. કેટલાક જાણીતા રાજકારણી વેપારીઓ ઝડપાયા હોવાની પણ ચર્ચા છે. અત્રે જણાવી દઈએ કે, ખેડા પોલીસની રહેમ નજરથી જુગારધામ ચાલતું હતું 
 

નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જુગાર રમતા ઝડપાયા
મહીસાગરના લુણાવાડામાં ભાજપના નેતા જ જુગાર રમતા ઝડપાયા છે. SMCએ દરોડા પાડીને ભાજપના નેતા સહિત 34 જુગારીઓને ઝડપ્યા છે. શહેરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ પ્રદીપ પદવાણી જુગાર રમતા ઝડપાયા છે. જેમાં કુખ્યાત નાસર અરબના જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા હતા. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ