ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / NRI News / Gujarat -origin billionaire brothers win bid to buy UK supermarket chain ASDA from wallmart

ગૌરવ / ગુજરાતી મૂળના અબજોપતિ ભાઈઓએ બ્રિટનની સૌથી મોટો સુપરમાર્કેટ ચેઈન બિઝનેસ ખરીદ્યો

Published By: Gayatri

Last Updated: 01:57 PM, 3 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત સામે આવી છે. ગુજરાતી મૂળના ઈસા ભાઈઓ યુકેમાં પોતાના નામનો ડંકો વગાડી રહ્યા છે. ઈસા બ્રધર્સે ASDAના સુપર માર્કેટની ચેન વોલમાર્ટ પાસેથી ખરીદી છે.

ADVERTISEMENT

  • ગૌરવ લેવા જેવી વાત
  • 1970માં ઈસા પરિવાર ગયો હતો બ્રિટન
  • પહેલા શરૂ કરી પેટ્રોલ સ્ટેશનની ચેઈન હવે સુપર માર્કેટનો વારો

ગુજરાતી મૂળના અબજોપતિ ભાઇઓ મોહસીન અને ઝુબેર ઇસા બ્રિટનની વોલમાર્ટ સુપરમાર્કેટ ચેઇન ASDAને ખરીદી લેશે. આ બંને ભાઇઓ આ કંપની વોલમાર્ટ પાસેથી ખરીદશે. આ માટે બંને ભાઇઓએ વોલમાર્ટ સાથે 8.8 અબજ ડોલરની સમજૂતી કરી છે. બંને ભાઇઓએ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ટીડીઆર કેપિટલ સાથે મળીને વોલમાર્ટ સાથે આ સમજૂતી કરી છે. 

1970મા ઇસા પરિવાર ગુજરાતમાંથી બ્રિટન સ્થળાંતરીત થયો હતો.  ઈસા બ્રધર્સ તરી કે ઓળખાતા બંને ભાઇઓએ ઇજી ગૃપ બિઝનેસ હેઠળ પેટ્રોલ સ્ટેશનની ચેઇન યુરો ગેરેજ શરૂ કરી હતી. આ દરમિયાન બ્રિટનના ચાન્સેલર ઋષિ સુનકે આ સમજૂતી અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું છે કે છેલ્લા બે દાયકામાં પ્રથમ વખત અસ્દાની માલિકી બ્રિટનની કંપનીને મળી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવા માલિકી આગામી ત્રણ વર્ષમાં એક અબજ પાઉન્ડનું રોકાણ કરવા કટિબદ્ધ છે. હું તેમને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું. 

આ સમજૂતીની જાહેરાત કરતા વોલમાર્ટે જણાવ્યું છે કે ASDAનું હેડકર્વાટર ઉ. ઇંગ્લેંડના લીડ્સમાં જ રહેશે અને તેના ચીફ એક્ઝિક્યૂટીવ તરીકે રોજર બર્નલી પણ ચાલુ રહેશે.  બીજી તરફ મોહસીન અને ઝુબેર ઇસાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે ASDAમાં રોકાણ કરવા બદલ ગર્વ અનુભવી રહ્યાં છે

સંકળાયેલા મુદ્દાઓ

ASDA UK supermarket chain Asda billionaire brothers issa brothers ઈસા બ્રધર્સ વોલમાર્ટ nri news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ