બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / માથા પર ટાઇલ્સ મારી યુવકની હત્યા, સુરતમાં 24 કલાકમાં 3જી હત્યાથી મચ્યો હડકંપ

ક્રાઇમ / માથા પર ટાઇલ્સ મારી યુવકની હત્યા, સુરતમાં 24 કલાકમાં 3જી હત્યાથી મચ્યો હડકંપ

Vidhata Gothi

Last Updated: 11:41 AM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Crime News: છેલ્લા 24 કલાકમાં સુરતમાં હત્યાનો ત્રીજો બનાવ સામે આવ્યો છે. પુણા વિસ્તારમાં રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા કરી દેવામાં આવી. હત્યાની ઘટનામાં થઈ રહેલ વધારાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સૌથી મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હત્યાના વધતા બનાવો શહેરમાં કાયદો-વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા કરી રહ્યા છે. સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે, છેલ્લા 24 કલાકમાં સુરતમાં હત્યાના ત્રણ બનાવ સામે આવ્યા છે. પહેલા રાંદેર અને લિંબાયત અને હવે પુણા વિસ્તારમાં બનેલી ઘટનાઓ શહેરમાં ગુનાખોરીની ચરમસીમા દર્શાવી રહી છે.

surat-crime

સુરત શહેરમાં ગુનાખોરી પહોંચી ચરમસીમાએ

ગત રોજ રાંદેર વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા થઈ અને ત્યારબાદ લીંબાયત વિસ્તારમાં ધોળા દિવસે એક બુટલેગરની હત્યા કરવામાં આવી. આ બંને બનાવો પછી પુણા વિસ્તારમાં વધુ એક હત્યાના બનાવે શહેરને હચમચાવી નાખ્યું છે. પુણા વિસ્તારમાં રૂપિયાની લેતીદેતીને લઈને થયેલા વિવાદમાં એક યુવકની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. માથા પર ટાઇલ્સ મારીને કરવામાં આવેલી આ હત્યાએ ચકચાર મચાવી દીધી છે.

vtv app promotion

પૈસાની લેતીદેતીમાં હત્યા

માહિતી મુજબ, વિકી નામના યુવકે બિહારના લાલુ યાદવ નામના યુવકની હત્યા કરી છે. રૂપિયાની લેતીદેતીના મામલે વિકીએ લાલુ યાદવને માથામાં ટાઇલ્સથી હુમલો કરીને હત્યા કરી દીધી. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ અને 24 કલાકમાં ત્રણ હત્યાઓથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. અગાઉ શહેરમાં લિંબાયતમાં સંજયનગર વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને સુદામ પાટીલ નામના યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી. આ મામલે પોલીસે આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી. તો રાંદેર વિસ્તારમાં પણ હત્યાનો મામલો સામે આવ્યો.

આ પણ વાંચો: કચ્છના નલિયા શહેરમાં હાડ થીજવતી ઠંડી, 10.5 ડિગ્રી નોંધાયું તાપમાન, ભુજમાં 14.3 ડિગ્રી

24 કલાકમાં 3 હત્યાની ઘટના

મિત્રની પત્નીએ ભાઈઓ સાથે મળીને પતિના મિત્ર અજયની હત્યા કરી દીધી. ઘરેલુ કંકાસમાં પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો હતો. પત્નીને મનાવવા પતિ મિત્ર અજય સાથે પિયર ગયો હતો. ત્યારે રાંદેર શારદાનગરમાં પતિના મિત્રની હત્યા કરવામાં આવી, તો પતિને પણ ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા. આ મામલે પણ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે શહેરમાં દિવસેને દિવસે વધતા હત્યાના બનાવો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર મોટા સવાલ ઊભા કરી રહ્યા છે. રાંદેર, લિંબાયત અને પુણા વિસ્તારમાં હત્યાની ઘટનાઓથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Crime News Surat Murder Gujarat News
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ