બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / કચ્છના નલિયા શહેરમાં હાડ થીજવતી ઠંડી, 10.5 ડિગ્રી નોંધાયું તાપમાન, ભુજમાં 14.3 ડિગ્રી

હવામાન અપડેટ / કચ્છના નલિયા શહેરમાં હાડ થીજવતી ઠંડી, 10.5 ડિગ્રી નોંધાયું તાપમાન, ભુજમાં 14.3 ડિગ્રી

Vidhata Gothi

Last Updated: 10:51 AM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતભરમાં ધીમેધીમે ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું છે. અનેક જિલ્લાઓમાં ઠંડીની ભારે અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ અને નલીયા જેવા શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.

ગુજરાતમાં હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, રાજ્યમાં ધીમે-ધીમે ઠંડીનો પારો વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના સ્થળોએ લઘુતમ તાપમાન 16 ડિગ્રી કરતા ઓછું નોંધાય છે. ત્યારે તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે.

અનેક સ્થળે ગગડ્યો તાપમાનનો પારો

રાતે અને સવારના સમય દરમિયાન ભેજમાં ઘટાડાને કારણે પણ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે, આ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો શિયાળાની શરૂઆત દર્શાવે છે. તાપમાનનો પારો સતત ગગડતા કચ્છ જિલ્લામાં ઠંડીનો પ્રકોપ દેખાઈ રહ્યો છે.

Winter-Update

નલિયામાં નોંધાયું 10.5 ડિગ્રી તાપમાન

રાજ્યમાં ઠંડીના ઇતિહાસની સૌથી કાતિલ ઠંડી જ્યાં પડે છે તેવા કચ્છ જિલ્લાના નલિયા શહેરમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. કચ્છનું નલિયા રાજ્યમાં સૌથી ઠંડા સ્થળમાં મોખરે આવે છે. માહિતી પ્રમાણે, કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું. જયારે ભુજ શહેરમાં પણ 14.3 ડિગ્રી તાપમાનમાં લોકો ઠુંઠવાયા.

vtv app promotion

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. કેટલાક ભાગોમાં તો તાપમાન વધુ નીચે જઈ શકે છે. આ વર્ષે ગુજરાતમાં શિયાળો વધુ તીવ્ર અને લાંબો રહેવાની શક્યતા છે. ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી ઠંડીનો પ્રકોપ સતત વધશે અને 22 ડિસેમ્બર બાદ તો લોકોને હાડ થીજવતી ઠંડીનો અનુભવ પણ થશે.

આ પણ વાંચો: મોડાસાની એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4નાં મોત, 2 મેડિકલ ઓફિસર-બાળક ભડથું, અમદાવાદ જતાં હતા

દેશમાં શિયાળાની વાત કરીએ તો આગામી દિવસોમાં ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં બેથી પાંચ ડિગ્રી ઓછું રહેવાની શક્યતા છે. પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણા સહિતના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં 4-7 ડિગ્રી ઓછું રહેશે. હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે ઠંડીને ધ્યાનમાં રાખીને ગરમ કપડાં પહેરવા અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cold in Naliya Gujarat Weather Update Kutch Winter
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ