બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત એરપોર્ટ પર ફ્લાઇટ 10 કલાક ડિલે થતા મુસાફરો અકળાયા, સ્ટાફનો ઉધડો લઇ લીધો

બેજવાબદાર / સુરત એરપોર્ટ પર ફ્લાઇટ 10 કલાક ડિલે થતા મુસાફરો અકળાયા, સ્ટાફનો ઉધડો લઇ લીધો

Last Updated: 11:45 AM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat International Airport: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ ડીલે થતાં એરપોર્ટ પર અરાજકતા અને હોબાળાના દ્રશ્યો સર્જાયા હતા. એરપોર્ટ પર મુસાફરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

Surat International Airport: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરતથી દિલ્હી જતી ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ટેકનિકલ કારણોસર ફ્લાઇટમાં વારંવાર વિલંબ થતાં અંતે ફ્લાઇટ ન ઉપડતાં એરપોર્ટ પર ભારે અફરાતફરી સર્જાઈ હતી.

10 કલાકથી વધુ સમય સુધી મુસાફરો એરપોર્ટ પર અટવાયા

ફ્લાઇટ મોડી થતી જતાં મુસાફરોને લગભગ 10 કલાકથી વધુ સમય સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી હતી. લાંબા સમય સુધી કોઈ સ્પષ્ટ માહિતી ન મળતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. એરલાઇન્સ દ્વારા ફ્લાઇટમાં ટેકનિકલ ખામી હોવાનું જણાવી વિલંબનું કારણ દર્શાવવામાં આવ્યું હતું. જોકે મુસાફરોનું કહેવું છે કે વારંવાર સમય બદલાતો રહ્યો પરંતુ યોગ્ય સ્પષ્ટતા આપવામાં આવી નહોતી જેના કારણે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.

એરલાઇન્સના સ્ટાફનો ઉધડો

લાંબી રાહ અને અસંતોષ વચ્ચે એર ઇન્ડિયા એક્સપ્રેસના સ્ટાફ દ્વારા સંતોષકારક જવાબ ન આપવામાં આવતા કેટલાક મુસાફરોએ એરલાઇન્સના કર્મચારીઓ સાથે ઉગ્ર વાદવિવાદ કર્યો હતો. સ્થિતિ એટલી તંગ બની ગઈ કે સુરક્ષા કર્મચારીઓને પણ દખલ આપવો પડ્યો હતો.

આ પણ વાંચો: અર્જુન ઠાકોરના સમર્થનમાં વિક્રમ ઠાકોર, DJ સંચાલકોના સમર્થનમાં આપ્યું નિવેદન

Vtv App Promotion 2

તાત્કાલિક ઉકેલની માંગ

મુસાફરોએ એરલાઇન્સ સમક્ષ તાત્કાલિક નવી ફ્લાઇટની વ્યવસ્થા કરવી અથવા કોઈ યોગ્ય વિકલ્પ આપવાની માંગ કરી હતી. ઘણા મુસાફરોએ જણાવ્યું હતું કે તેઓ મહત્વપૂર્ણ કામ કે પરિવારજનોના કાર્યક્રમ માટે દિલ્હી જઇ રહ્યા હતા પરંતુ ફ્લાઇટમાં અણધાર્યો અને વધારે પડતી ડીલે થવાને કારણે ઘણા લોકોએ તેમના પ્લાન કેન્સલ કરવા પડ્યા હતા. ફ્લાઇટ સમયસર ન ઉપડતાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કલાકો સુધી અસંતોષનો માહોલ જોવા મળ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Air India Express Flight Surat to Delhi Flight Surat International Airport
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ