બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અર્જુન ઠાકોરના સમર્થનમાં વિક્રમ ઠાકોર, DJ સંચાલકોના સમર્થનમાં આપ્યું નિવેદન

વિરોધ / અર્જુન ઠાકોરના સમર્થનમાં વિક્રમ ઠાકોર, DJ સંચાલકોના સમર્થનમાં આપ્યું નિવેદન

Priyankka Triveddi

Last Updated: 10:12 AM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vikram Thakor Statement on DJ: જાબડીયાના કલાકાર અર્જુન ઠાકોર અને તેમના ભાઈ ગબ્બર ઠાકોરને લગ્નમાં DJ વગાડવા મુદ્દે નાત માંથી બહાર કરવામાં આવ્યા છે ત્યારે તેમના સમર્થનમાં ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર મેદાને આવ્યા છે.

Vikram Thakor Statement on DJ: ઠાકોર સમાજ દ્વારા થોડા દિવસો પહેલા ગાંધીનગરના સેક્ટર 11 માં મોડી રાતે એક મોટી સભાનું આયોજન કરીને ઠાકોર સમાજ માટે એક નવા બંધારણની રચના કરી હતી અને તેનો તાત્કાલિક અમલ થાય તે પણ જોવાયું હતું. હવે આ બંધારણમાં લગ્ન પ્રસંગે ખોટા ખર્ચને નાથવા માટે લગ્નમાં વરઘોડો અને ડીજેની પરવાનગી આપવામાં આવી નથી. આ મુદ્દે અર્જુન ઠાકોર નામના કલાકારે તેના લગ્નમાં ડીજે વગાડ્યું ત્યારથી સમાજમાં પ્રશ્નો ઊભા થયા છે અને દલીલો ચાલી રહી છે ત્યારે જાણીતા ગુજરાતી કલાકાર પણ હવે અર્જુન ઠાકોર અને ડીજેના સમર્થનમાં આવ્યા છે.

નિયમોના ઉલ્લંઘન બદલ નાત બહાર કરાયા

વાત જાણે એમ છે કે જાબડીયા ગામ ખાતે યોજાયેલી ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠકમાં સમાજના બંધારણ અને નિયમોનું ઉલ્લંઘન કરનાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સામે કડક કાર્યવાહી કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં બંનેને એક વર્ષ માટે સમાજ બહાર મુકવાની સજા જાહેર કરવામાં આવી. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, ગબ્બર અને અર્જુન ઠાકોર દ્વારા વારંવાર સમાજની પરંપરા, નિયમો અને શિસ્તને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ મુદ્દાને ગંભીરતાથી લઈને સમાજે સામાજિક, આર્થિક તેમજ ધંધાકીય તમામ બાબતોમાં બંનેને કોઈપણ પ્રકારનો સાથ સહકાર ન આપવા નિર્ણય કર્યો છે.

સાથ આપનારાને પણ દોષિત ગણવાનો લેવાયો નિર્ણય

આ સાથે જ સમાજે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા જણાવ્યું કે ગબ્બર અને અર્જુન ઠાકોરને જે કોઈ વ્યક્તિઓ સહકાર આપશે, તેમને પણ દોષિત ગણવામાં આવશે અને તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. બેઠકમાં સોશિયલ મીડિયાને લઈને પણ સ્પષ્ટ નિર્ણય લેવાયો હતો. સમાજના તમામ સભ્યોને ગબ્બર અને અર્જુન ઠાકોરને સોશિયલ મીડિયામાંથી અનફોલો કરવા અપીલ કરવામાં આવી હતી, જેથી સમાજના નિર્ણયનું સંપૂર્ણપણે પાલન થાય.સમાજના વડીલોએ જણાવ્યું કે આ પ્રકારના કડક નિર્ણયોનો હેતુ સમાજની એકતા, શિસ્ત અને ગૌરવ જાળવવાનો છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ સભ્ય સમાજના નિયમો ભંગ કરવાની હિંમત ન કરે.

હવે આ વાતને લઈને જાણીતા લોક ગાયક અને કલાકાર વિક્રમ ઠાકોર ડીજેના અને અર્જુન ઠાકોરના સમર્થનમાં આવ્યા છે અને તેમણે સમાજના આગેવાનોને આડે હાથે લીધા છે. તેમણે ગેનીબેનને ઉદ્દેશીને કહ્યું હતું કે મે બંધારણ બન્યું ત્યારે પણ ગેનીબેનને કહ્યું હતું કે ડીજે માટે વિચારવું જોઈએ ત્યારે તેમણે કહ્યું હતું કે મે બંધારણ નથી બનાવ્યું પણ સમાજના આગેવાનોના આ નિયમથી ડીજે કલાકારો બેકાર થયા છે અને ઘરે બેસી ગયા છે.

વિક્રમ ઠાકોરે DJ કલાકારોના સમર્થનમાં આવીને આગેવાનોને આડે હાથ લેતા કહ્યું કે,

ગબ્બર ઠકોરને નાત બહાર મૂકી દીધા છે. તેમણે DJ વગાડ્યું હતું તે માટે. જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું ત્યારે મેં એક વિનંતી કરી હતી ગેનીબેનને, ઠાકોર સમાજના આગેવાનોએ બંધારણ કર્યું તે બરાબર છે, ઠાકોર સમાજના ઘણા કુરિવાજોને બંધ કર્યા તે સારું કામ કર્યું છે પણ એના લીધે બનાસકાંઠાના DJના કલકરો ઘરે બેસી ગયા છે. જે આગેવાનોએ બંદરણ કર્યું છે તેમને જ ડીજે વિશે ખબર નથી. DJ બંધ થવાથી સમાજમાં સુધારો આવશે તે વાત ખોટી છે. ડીજે બંધ થવાથી ઘણા લોકોના રોજગાર બંધ થઈ ગયા છે. જે લોકો વ્યાજે ડીજે સિસ્ટમ લાવ્યા છેઃ તે લોકો ઘરે બેઠા છે. એક ડીજેમ આશરે 15 લોકો કામ કરતાં હોય છે. ત્યારે કેટલા બધા લોકોની હાલ કમાણી બંધ થઈ ગઈ છે. DJ બંધ કરાવો તો વાંધો નહીં પણ તેમને રોજગાર આપો, નોકરી કે કોઈ ધંધો આપો. એ કલાકારો છે તેઓ ગાવા-વગાડવા સિવાય કશું કરી શકવાના નથી. માટે જે આગેવાનોએ બંધારણ કર્યું છે તેમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકારો ઘેર બેસી ગયા છે તેમને રોજગાર મળે તેવું તમે કરજો. અને આપણા બાજુ DJ બંધ નહીં થવા દઈએ. "

આ પણ વાંચો: બગદાણા હુમલો કેસ: જયરાજ આહિર સહિત 5 આરોપીઓની જામીન અરજી આજે મહુવા કોર્ટમાં

vtv app promotion

શું છે સમગ્ર મામલો

વાત જાણે એમ છે કે ઠાકોર સમાજ દ્વરા હમણાં થોડા દિવસ પહેલા જ એક મોટું સંમેલન કરીને સમાજના લોકો માટે એક બંધારણ બનવાયું હતું જેમાં દીકરીના ભણતરથી લઈને, તમાકુ અને અન્ય વ્યસન મુક્તિ માટે પણ નિયમો બનાવાયા હતા અને સાથે લગ્ન અને મરણ પ્રસંગે સમાજમાં થતાં ખોટ ખર્ચને પણ ટાળવા માટે અમુક નિયમો બનાવ્યા હતા. જેમાં પણ લગ્ન માટે ખાસ નિયમો હતા કે લગ્નમાં જાન કે વરઘોડામાં મોટા DJ સાથે લઈ જવાશે નહીં. આ નિયમને નેવે મૂકીને અર્જુન ઠાકોર DJ લઈને લગ્નનો વરઘોડો લઈને નીકળ્યા હતા અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Thakor Samaj Controversy ઠાકોર સમાજ વિવાદ Vikram Thakor Statement
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ