બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બગદાણા હુમલો કેસ: જયરાજ આહિર સહિત 5 આરોપીઓની જામીન અરજી આજે મહુવા કોર્ટમાં
Last Updated: 09:21 AM, 6 February 2026
Bagdana Case: બગદાણા હુમલા કેસમાં આજે મહત્વની કાર્યવાહી હાથ ધરાશે. કેસમાં સંડોવાયેલા પાંચ આરોપીઓની જામીન અરજી પર આજે મહુવા કોર્ટમાં સુનાવણી થવાની છે. આ મામલે જયરાજ આહિર સહિતના આરોપીઓએ કોર્ટ પાસે જામીનની અરજી કરી છે.
ADVERTISEMENT
જયરાજ આહિર, નાજુ કામળીયા, કાના કામળીયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકીએ મહુવા કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આ તમામ આરોપીઓની અરજી પર આજે કોર્ટ દ્વારા દલીલો સાંભળવામાં આવશે. જેના પર કેસની આગળની દિશા નિર્ભર રહેશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આ જ કેસમાં અગાઉ 8 આરોપીઓની જામીનની અરજી મંજુર કરવામાં આવી હતી. મહુવા કોર્ટમાં આ મામલે થયેલી સુનાવણી બાદ કોર્ટે તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
બગદાણા હુમલા કેસમાં કુલ 14 આરોપીઓને પોલીસ દ્વારા ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ જેલમાંથી મુક્ત થવા માટે 8 આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી.કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી અંગે 2 ફેબ્રુઆરીની મુદત આપવામાં આવી હતી. આ પ્રક્રિયા બાદ હવે તબક્કાવાર આરોપીઓની જામીન અરજી પર નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT
કોર્ટ દ્વારા રાજુ ભમ્મર, વેરુ શયડા અને પાતું ભમ્મરના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. સાથે જ ભાવેશ ચેલાણા, વિરેન્દ્ર પરમાર, પંકજ મેર, સતીષ વનાળિયા અને ઉત્તમ બાંભણિયાને પણ જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, પાતું ભમ્મરે પોતાની આગોતરા જામીન અરજી બાદમાં પરત ખેંચી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
હવે આજે થનારી સુનાવણીમાં બાકીના પાંચ આરોપીઓને જામીન મળે છે કે નહીં તે મુદ્દે સૌની નજર ટકેલી છે. કોર્ટના નિર્ણય બાદ કેસમાં આગળની કાર્યવાહી અંગે સ્પષ્ટતા થશે.
આ અંગે વાત કરતાં આરોપીઓન વકીલ જે,જી, આહિરે જણાવ્યું કે
ADVERTISEMENT
" સાત લોકોના જામીન માટે અરજી કરવામાં આવી હતી જે નામદાર કોર્ટે મંજૂર કરી છે. આ સાથે કોર્ટે શરત મૂકી છે કે જે આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે તે તેમની સ્વતંત્રતાનો દુરુપયોગ કરી શકશે નહીં અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાની નથી."

આ સમગ્ર મામલાની શરૂઆત એક ભજન કાર્યક્રમ દરમિયાન થયેલી જાહેરાતથી થઈ હતી. 24 ડિસેમ્બરના મુંબઈના કાંદિવલી વિસ્તારમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ યોગેશભાઈ સાગરને “મેનેજિંગ ટ્રસ્ટી” તરીકે ઉલ્લેખ કર્યો હતો. આ વાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને ટકોર કરી હતી કે બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, માત્ર ટ્રસ્ટીઓ જ છે. બાદમાં માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગતો વીડિયો નવનીત બાલધિયાને મોકલ્યો હતો, જે પણ સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ થયો હતો. આ પછી ઘટનાઓએ વળાંક લીધો અને મામલો મારામારી સુધી પહોંચ્યો. હાલ આ કેસે સ્થાનિક તેમજ રાજકીય સ્તરે પણ ભારે ચર્ચા જગાવી છે. હવે સૌની નજર SITની તપાસ અને આગામી કાર્યવાહી પર ટકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.