બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની ચેતવણી તો ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, IMDએ આપ્યું એલર્ટ
Last Updated: 07:41 AM, 6 February 2026
Weather Alert: IMD અનુસાર આજથી એટલે કે 6 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં ઠંડી વધુ તીવ્ર બનવાની ધારણા છે. પહાડી વિસ્તારોમાં મુસાફરી કરનારાઓ માટે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય ગુજરાતમાં તાપમાનમાં ઠંડીનું પ્રમાણ ઓછું થયું છે.
ADVERTISEMENT
આગામી 2થી 3 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં 20થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ છવાવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વિઝિબઇલિટી પણ ખૂબ ઓછી રહેવાની આગાહી છે. જેના કારણે માર્ગ અને રેલ પરિવહન પર અસર પડી શકે છે.
ADVERTISEMENT
दैनिक मौसम परिचर्चा (05.02.2026)
— India Meteorological Department (@Indiametdept) February 5, 2026
दो पश्चिमी विक्षोभ के असर से, पश्चिमी हिमालयी क्षेत्र में 05-06 फरवरी के दौरान कुछ जगहों पर वर्षा/बर्फबारी होने की संभावना है।
YouTube : https://t.co/TXUjYlLtKx
Facebook : https://t.co/ACGZ9pUptN
For more information, visit Us :… pic.twitter.com/kHIJe4Pc4k
ADVERTISEMENT
દિલ્હી-NCRમાં ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ઠંડીનું પ્રમાણ ઘટતું જણાઈ રહ્યું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. IMD મુજબ 6થી 10 ફેબ્રુઆરી દરમિયાન હવામાન મોટાભાગે શુષ્ક રહેશે. પરંતુ સવારના સમયે ધુમ્મસ રહેવાની શક્યતા છે.
6 અને 7 ફેબ્રુઆરીએ લઘુત્તમ તાપમાન 10થી 11 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે 8થી 10 ફેબ્રુઆરી દરમિયાન મહત્તમ તાપમાન 23થી 24 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જોકે વધતા તાપમાન સાથે વાયુ પ્રદૂષણ ગંભીર ચિંતા બની રહ્યું છે. એનસીઆરના ઘણા વિસ્તારોમાં AQI ગરીબથી લઈને ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાયો છે.
ADVERTISEMENT
ગુજરાતના અનેક વિસ્તારોમાં લોકો હાલ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. સવારે અને રાતે ઠંડી અનુભવાય છે જ્યારે બપોરના સમયે ગરમી અનુભવાઈ રહી છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
ADVERTISEMENT
ગુજરાતના અલગ અલગ શહેરોમાં તાપમાન:
ADVERTISEMENT
આ આંકડાઓ દર્શાવે છે કે ઠંડી ધીમે ધીમે વિદાય લઈ રહી છે, પરંતુ હજુ સંપૂર્ણ રીતે ઉનાળાની શરૂઆત થઈ નથી.

IMDની આગાહી મુજબ હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં આવતીકાલે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં વિઝિબીલીટી અત્યંત ઓછી રહેવાની શક્યતા છે. જે દૈનિક જીવન પર અસર કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.