બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / VIDEO: સુરતમાં દોરીથી સંતુલન ગુમાવતાં બ્રિજ પરથી પરિવારના નીચે પડવાના CCTV આવ્યા સામે
Last Updated: 08:31 AM, 16 January 2026
Surat News: સુરતમાં પતંગની દોરીએ 3 લોકોના જીવનની દોરી કાપી નાખી. ઉત્તરાયણના દિવસે એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા. ચંદ્રશેખર આઝાદ ઓવર બ્રિજ પરથી એક પરિવાર 70 ફૂટ નીચે પટકાઈ ગયો. બ્રિજ પરથી પડી જવાની ઘટનામાં પિતા-દીકરી પછી માતાએ પણ જીવ ગુમાવ્યો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
ADVERTISEMENT
ઉત્તરાયણના દિવસે એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા. ચંદ્રશેખર આઝાદ ઓવર બ્રિજ પરથી એક પરિવાર 70 ફૂટ નીચે પટકાઈ ગયો pic.twitter.com/JMkqeeyaQK
— Vidhata (@VidhataGothi21) January 16, 2026
માહિતી પ્રમાણે, ઉત્તરાયણના દિવસે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પતિ-પત્ની અને પુત્રી બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે બેલેન્સ બગડતા ડિવાઇડર સાથે બાઈક અથડાઈ હતી. બાઇક અથડાતાં જ પતિ-પત્ની અને બાળકી ત્રણેય 70 ફૂટ બ્રિજની નીચે પટકાયા હતા. અગાઉ એવું અનુમાન લગવાઈ રહ્યું હતું કે પતંગની દોરી આવી જવાને કારણે અકસ્માત થયો હતો. પિતા અને પુત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મહિલાનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.
ADVERTISEMENT

આ દુર્ઘટનામાં 35 વર્ષીય રેહાન, તેમની પત્ની રેહાના અને 7 વર્ષની પુત્રી આયેશાનું કરુણ મોત નીપજ્યું. ઘટનાસ્થળે જ પિતા અને પુત્રીએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે રિક્ષા પર પટકાયેલી માતાને ગંભીર ઇજાઓ સાથે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત થઈ ગયું. એક જ પરિવારના ત્રણ સભ્યોના અચાનક થયેલા અવસાનથી સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ભાડાના ફ્લેટમાં પ્રિન્ટરથી 500ની નોટો છાપી, વાપીમાં નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ
અકસ્માતની આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. એક જ પરિવારના પિતા, પુત્રી અને માતાના મોતથી સગા–સંબંધીઓમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.