બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાડાના ફ્લેટમાં પ્રિન્ટરથી 500ની નોટો છાપી, વાપીમાં નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ

વલસાડ / ભાડાના ફ્લેટમાં પ્રિન્ટરથી 500ની નોટો છાપી, વાપીમાં નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ

Vishal Khamar

Last Updated: 11:29 PM, 15 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડ જિલ્લા LCB પોલીસે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના એક મસ મોટા રેકેટનો પર્દાફ્રાશ કર્યો છે. વાપીના હરિયા પાર્ક વિસ્તારમાંથી એલસીબીએ નકલી નોટ છાપવા નું રેકેટ ઝડપી પાડ્યું છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નકલી નોટ ઘુસાડવા માટેનું રેકેટ ચાલતું હોવાની પોલીસના ધ્યાને વાત આવી હતી..આ મામલે વલસાડ એલસીબી પોલીસે સંજય સોમનાથ પવાર નામના એક વ્યક્તિને 500ના દરની નકલી નોટ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી મળેલી માહિતી મુજબ પોલીસ હરિયા પાર્ક ના નક્ષત્ર પેલેસના રૂમ નંબર 102માં પહોંચી હતી. જ્યાં ફ્લેટમાંથી નકલી નોટ છાપવાની સાધન સામગ્રી સહિત લાખો રૂપિયાની નકલી નોટો પણ મળી આવી હતી. આથી પોલીસે આરોપી સંજય સોમનાથ પવારની સાથે આ ફ્લેટની મહિલા માલિક છાયાદેવી મંડલ નામની મહિલાની પણ ધરપકડ કરી. નકલી નોટ છાપવાના રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે..

આરોપી સંજય પવાર અને છાયા મંડલની આગવી ઢબે પૂછપરછ કરતાં ચોકાવનારા ખુલાસા થવાની શરૂઆત થઈ છે. અત્યાર સુધીની પૂછપરછ માં બહાર આવ્યું છે કે ..આરોપી સંજય સોમનાથ પવાર તેના સાળા અને તેના અન્ય બે ઓળખીતા મિત્રો સાથે રહી થોડા દિવસ અગાઉ છાયાદેવી સુદેશ મંડલ નામની મહિલા સાથે મુલાકાત કરી હતી..જે મુલાકાતમાં 30 લાખના 80 લાખ ની નકલી નોટો બનાવવાનું પ્લાનિંગ કર્યું હતું.પરંતું નકલી નોટ છાપવા માટે એક જગ્યા ની જરૂર હોવાનું જણાવ્યું હતું .

આથી લાખો રૂપિયાની ફાયદો થશે તેવી લાલચે છાયા મંડલે સંજય પવાર અને અન્યને તેના હરિયા પાર્કમાં આવેલા ફ્લેટમાં નકલી નોટ છાપવા માટે જગ્યા આપી હતી.ત્યાર બાદ આરોપીઓએ પ્રિન્ટર ઇન્ક અને અન્ય સાધન સામગ્રી સાથે આ ફ્લેટમાં નકલી નોટ બનાવવાની શરૂઆત કરી હતી. જોકે આખરે ભાંડો ફૂટી ગયો.. અને લાખો રૂપિયા છાપવા ના સપના જોતા આરોપીઓના અરમાન પર પાણી ફરી વળ્યું હતું. આમ છાયા દેવીએ લોભ અને લાલચમાં આવી 30 લાખ રૂપિયા ના બદલામાં નકલી 80 લાખ રૂપિયા મેળવવાનો પ્લાન હતો. જો કે હવે છાયા દેવીને અસલી ત્રીસ લાખ પણ ગુમાવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં શરાબ-શબાબની મહેફિલ જામી, પોલીસે પંચવટીમાં દરોડા પાડીને 4 યુવતી સહિત 16ને પકડ્યા

આરોપી સંજય પવાર અને છાયા મંડલ અત્યારે પોલીસ રિમાન્ડ હેઠળ છે .આથી પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી છે.અને આવનાર સમયમાં આરોપીઓએ આ નકલી નોટો બનાવવાની શરૂઆત ક્યારે કરી હતી...?? અત્યાર સુધી કેટલી નોટો નકલી નોટો છાપી હતી...?? અને તેને ક્યા અને કેવી રીતે સગેવગે કરવામાં આવી રહી હતી. .?? તે સહિત આ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. જોકે આ આખી ઘટનામાં ચોકાવનારી બાબત એ છે કે છાયા દેવી લાલચમાં એટલી અંધ બની ગઈ હતી કે તેણે નકલી 80 લાખ રૂપિયા લેવાની લાલચમાં પોતાના અસલી 30 લાખ રૂપિયા ગુમાવ્યા છે .ડુંગરા પોલીસની આગામી તપાસમાં નકલી નોટ છાપવાના રેકેટનો રેલો અનેક લોકો સુધી પહોંચે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Valsad news Valsad police Valsad
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ