બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં શરાબ-શબાબની મહેફિલ જામી, પોલીસે પંચવટીમાં દરોડા પાડીને 4 યુવતી સહિત 16ને પકડ્યા

કાર્યવાહી / અમદાવાદમાં શરાબ-શબાબની મહેફિલ જામી, પોલીસે પંચવટીમાં દરોડા પાડીને 4 યુવતી સહિત 16ને પકડ્યા

Vishal Khamar

Last Updated: 11:02 PM, 15 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાયણના બીજા દિવસે વાસી ઉત્તરાયણના દિવસે અમદાવાદ પોલીસ દ્વારા હાઈપ્રોફાઈલ પાર્ટીમાંમ દરોડો પાડી 4 યુવતીઓ અને 12 યુવકોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્તરાયણના પર્વને લઈ યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉત્તરાયણના બીજા દિવસે વાસી ઉત્તરાયણના દિવસે પણ યુવાધને પતંગ ચકાવીને મજા માણી હતી. અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલી સેન્ટનિયલ વિસ્ટા બિલ્ડીંગમાં ચાલી રહેલી ડીજી પાર્ટીમાં પોલીસે દરોડો પાડી શરાબ, ડાન્સની મહેફિલ હોઈ રહીશો દ્વારા કંટ્રોલરૂમમાં ફરિયાદ કરતા યુનિવર્સિટી પોલીસે તાત્કાલીક ધોરણે પહોંચી 4 યુવતીઓ અને 12 યુવકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાસી ઉત્તરાયણના દિવસે પંચવટી વિસ્તારમાં આવેલી'સેન્ટેરિયલ વિસ્ટા' બિલ્ડિંગના ધાબા પર પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં શરાબ, શબાબ અને હુક્કાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસે દરોડો પાડતા ઘટનાસ્થળેથી ચાર યુવતીઓ અને 12 યુવક પાર્ટી કરતા મળી આવ્યા હતા

ધાબા પર યોજાયેલી પાર્ટીમાં દારૂ સાથે ખાણીપીણી અને હુક્કાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં ખારેક, લીચી, એલચી, કાચી કેરી, બિસ્કિટ સહિત વિવિધ પ્રકારની વાનગીઓ માટે અલગ અલગ કાઉન્ટરો ગોઠવવામાં આવ્યા હતા. સાથે સાથે ઊંચા ભાવની દારૂની બોટલો અને વિવિધ ફ્લેવરના હુક્કા પણ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ પાટીદારોનું બંધારણ બનવું જોઈએ' પાટીદાર અગ્રણી જેરામ વાંસજાળિયા આવ્યાં સમર્થનમાં

મેડિકલ રિપોર્ટ કરાવાશે

યુનિવર્સિટી પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ તે પૂર્ણ થયા બાદ તમામને મેડિકલ રિપોર્ટ માટે સિવિલ લઈ જવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad University Police Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ